________________
પ્રિયંકરનું ચરિત્ર માટે લાભ થશે. કહ્યું છે કે–ગમન કરતાં શ્વાન જે કાન ખંજવાળતે જોવામાં આવે તે દ્રવ્યને લાભ અને મહત્વ પ્રાપ્ત થાય છે.” પછી શ્રેષ્ઠી તે શુકન પાઠકને યથોચિત દ્રવ્યાદિ આપીને અને શકુનની ગાંઠ બાંધીને પિતાના પરિવાર સહિત આગળ ચાલ્યું. અનુક્રમે અશોકપુર નગરની પાસે આવી પહોંચ્યું, એટલે શ્રેષ્ઠીએ પિતાની પ્રિયાને કહ્યું કે-“હે વલ્લભે ! અહીં વાડીમાં ભજન કરીને આપણે નગરમાં પ્રવેશ કરીએ.” કહ્યું છે કે –
अभुक्त्वा न विशेद् ग्रामं, न गच्छेदेककोऽध्वनि । अायो मार्गे न विश्रामः, पंचोक्तं कार्यमाचरेत् ॥१॥
“ભેજન કર્યા સિવાય ગામમાં પ્રવેશ ન કરવો, માર્ગે એકલા ન જવું, રસ્તાની વચમાં વિશ્રામ ન લે અને પંચ કહે તે કામ કરવું.”
પછી શ્રેણીએ પિતાની પ્રિયા અને પુત્ર સહિત એક આમ્ર વૃક્ષ નીચે વિસામે લઈ દેવપૂજા કરીને ભોજન કર્યું. અને ત્યાં આમ્રતરૂની છાયામાં ક્ષણવાર વિશ્રાંતિ લઈને શેઠ પિતાના મનમાં વિચારવા લાગ્યું કે-અહે! આ આમ્રવૃક્ષ પણ પોપકાર કરે છે, અને હું તે નિર્ધનપણાથી કિંચિત્ પણ પપકાર કરવાને અસમર્થ છું. કહ્યું છે કે –
मंजरीभिः पिकनिकर, रजोभिरलिनं फलैश्च पांथगणम् । मार्गे सहकार सततमुपकुर्वन्नंद चिरकालम् ॥ १॥
“ મંજરીઓથી કેકિલાઓને, રજકણાથી ભમરાઓને અને ફળોથી રસ્તે જતા મુસાફરોને નિરંતર પ્રસન્ન કરતા એવા હે આમ્રવૃક્ષ! તું ચિરકાળ આનંદ પામ.” હવે નગરમાં જઈને
-
-