________________
પ્રિયંકરનુ૫ ચરિત્ર. અવશ્ય હીનત્વ પામે છે. આ પ્રમાણે પોતાની બહેનોએ કરેલ હાસ્ય જોઈને તેમજ લોકોની વાણી સાંભળીને પ્રિયશ્રી મનમાં અતિ ખેદ પામી અને પરાભવને પામતી તે પિતાના મનમાં વિચારવા લાગી કે –“લોક કુળ કે ગુણેને જોતા નથી, પણ માત્ર ધનને જ જુએ છે. કહ્યું છે કે -જાતિ, વિદ્યા અને રૂપ-એ ત્રણે કે ગિરિગુફામાં સંતાઈ જાઓ, માત્ર એક ધનજ વૃદ્ધિ પામે, કે જેથી બીજા ગુણ સ્વયમેવ પ્રાપ્ત થાય. અહા ! મેં ખરેખર પૂર્વભવમાં તપ વિગેરે પુણ્યકર્મ કરેલું નથી, તેથી હું નિધન થઈ છું અને આ મારી બહેને એ પૂર્વભવમાં મોટું તપ કરેલું છે, જેથી તેઓ દ્રવ્યાદિક સકળ ભેગની સામગ્રી પામી છે.”
હવે વિવાહ સમાપ્ત થતાં તે સધન બહેનને માતાપિતાએ રે. શમી વસ્ત્રો તથા આભરણે વિગેરે આપી તેમને ગારવ સહિત સત્કાર કર્યો, એટલે તેઓ પોતપોતાને ઘેર ગઈ; અને પ્રિયશ્રીને તો માબાપ નથી ભાઈઓએ એક રંગ વિનાની જાડી સાડી આપી, તેથી માનભંગ થઈને તે પોતાના ઘર ભણી ચાલી. રસ્તામાં તે વિચારવા લાગી કે – “અરે! માબાપ તથા ભાઈઓએ પણ કેટલું બધું અંતર રાખ્યું? પરંતુ આ સંબંધમાં તેમને પણ કંઈ દેષ નથી; મેં પૂર્વભવે ધર્મકાર્યો કર્યા નથી, તેનું આ ફળ છે. તેથી હવે ભાવથી કરેલ ધર્મજ સહેદરતુલ્ય સ્નેહને વધારનાર છે, માટે તેનું જ મારે શરણ થાએ કહ્યું છે કે
विघटते सुताः प्रायो, विघटते च बांधवाः ॥ सर्व विघटते विश्वे, धर्मात्मानौ तु निश्चलौ ॥ १ ॥
“ પુત્રો પણ પ્રાયઃ વિઘટી જાય છે, બાંધવો વિઘટે છે અને આ સંસારમાં બીજું સર્વ પણ વિઘટે છે; પરંતુ ધર્મ અને આત્મા