Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ ર પ્રિય’કરનૃપ ચરિત્ર. તા નિશ્ચલજ છે. ( તે વિધટતા નથી).” આ પ્રમાણે વિચારતી પ્રિયશ્રી શ્યામમુખી થઇને ઘેર આવી, એટલે અંતરમાં રહેલ પશ્ચાત્તાપરૂપ અગ્નિને અશ્રુજળથી જાણે સિંંચતી હૈાય એવી પેાતાના ઃદયસ્થળને આ કરતી તે પાસદત્ત શેઠના જોવામાં આવી. શ્રેષ્ઠીએ તેને પૂછ્યું કે હું પ્રિયે ! આજ કેમ તું વિષાદવતી (ખિન્ન ) લાગે છે ? શું તારૂ કાઇએ અપમાન કર્યું છે અથવા તારે શરીરે કર્યું બાધા થાય છે?' આ પ્રમાણે શ્રેષ્ઠીએ પૂછ્યું, છતાં તે કાંઈ ખેલી નહિ. કારણ કે કુલીન સ્રીએ પિતાને ઘેર યા સાસરાને ઘેર થયેલ અપમાન કદાપિ કોઇની આગળ પણ પ્રકાશતી નથી. કહ્યુ છે કેઃ- કુલીન સ્ત્રીએ પીડા પામી સતી પારકી વાત કરતી નથી. સાધારણ ( મધ્યમ ) સ્ત્રીએજ ઘરમાં પરસ્પર કલહ કરાવે છે. ’ છેવટે ભર્તારે બહુ આગ્રહથી પૂછ્યું, એટલે તેણે પોતાનુ સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. કેમકે पतिः पूज्यः पतिर्देवः पतिः स्वामी पतिर्गुरुः । પુણે તેણે જલ્લીળાં, શરળ પતિદેવ હતા? “ કુલીન સ્ત્રીને પતિ પૂજ્ય છે, પતિ દેવ છે, પતિજ સ્વામી છે અને પતિજ ગુરૂ છે, સુખ કે દુઃખમાં શરણ પણ પતિજ છે.”. તેની બધી વાત સાંભળીને પાસદત્તે કહ્યું કે-હે ભદ્રે ! મારા જાણુંવામાં આવ્યુ કેદારિદ્રજ એક તારા અપમાનના હેતુ છે. કહ્યું છે કે ईश्वरेण स्मरो दग्धो, लंका दग्धा हनूमता । न केनापीह दारिद्र्यं दग्धं सववताप्यहो ॥ १॥ “મહાદેવે કામદેવને દુગ્ધ કર્યાં અને હનૂમાને લંકાને દુગ્ધ કરી; પરંતુ અહા ! કોઇપણ સાત્ત્વિક પુરૂષે આ દારિદ્રને દગ્ધ ન કર્યું”.”

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100