________________
૧૦
- પ્રિયંકરસૃપ ચરિત્ર. હવે તેજ ગામમાં ધનમાં કુબેર સમાન પાસદર નામને મહાશ્રાવક રહેતું હતું. તેને પ્રિયશ્રી નામે પત્ની હતી, પરંતુ પૂર્વકર્મના સંયોગથી તે અનુક્રમે નિધન થઈ ગયે. તેથી તે નગરને ત્યાગ કરીને ઘણું કટુંબિક (કણબીઓ) ના * નિવાસવાળા તે ગામની પાસેના શ્રીનિવાસ નામના ગામમાં જઈને તે રહ્યો. કહ્યું છે કે –“ દુઃસ્થિતિમાં આવેલ રાજપુત્ર અધિકારીઓની ચોરી કરે છે, સામાન્ય વણિક પિટલા ઉપાડીને ફેરી કરે છે, વિપ્રજન ભિક્ષાવૃત્તિ કરે છે, અન્ય વર્ણના લેકે બીજાને ઘેર દાસપણું કરે છે, શ્રેષ્ઠીજનો સુવર્ણ અને રૂપા વિગેરે ધાતુઓને ( ઘરમાંહેનાં ઘરેણાં વિગેરેને ) વિક્રય કરે છે, નીચ લેકે ઘરે ઘરે ભિક્ષા માટે ભમે છે, ખેડુત લેકે બીજાનું હળ ખેડે છે અને અબળાજને કપાસકર્મ (૨ કાંતવાનું ) કરે છે. ” ત્યાં નિવાસ કરીને તે શેઠ સ્કંધપર કાપડની પિટલી ઉપાડી ગામમાં ફરી વસ્ત્રવિકય કરવા લાગ્યા; અને તેથી તે પિતાની આજીવિકા જેટલું ધાન્યાદિક મેળવવા લાગ્યો. કહ્યું છે કે “નવું અન્ન, નવું શાક, સારૂં ઘી અને ચોખ્ખું દુધ દહીં-ઈત્યાદિ સારું ભેજન ગામડામાં અલ્પ ધનવ્યયથી મળી શકે છે.” તેણે ત્યાં રહીને બહુ પ્રયત્ન કર્યા છતાં પોતાની આજીવિકા કરતાં અધિક ધન તે મેળવી ન શક્યો. કહ્યું છે કે માણસો ગમે ત્યાં જાય, પણ પૂર્વકમ તે તેમનું સહચારી જ હોય છે. આ પ્રમાણે મહાપુરૂષનું વચન સાંળને ચતુર પુરૂષે દેશાંતર જતાં નથી, પરંતુ ધન વિના ક્યાંય પણું મહત્વ મળી શકતું નથી. કહ્યું છે કે – यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पंडितः स श्रुतिमान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः कांचनमाश्रयंति" ॥१॥