Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ પ્રિયકરનૂપ ચરિત્ર. ચેમ્પ નથી, કારણ કે ભવિતવ્યતા કાઈથી પણુ ક્રી શકતી નથી. કહ્યું છે કે નાળીયેરના મૂળમાં જળપ્રાપ્તિની માફક જે થવાનુ ાય છે તે અવશ્ય થાયજ છે, અને ગજભુક્ત કપિન્થ ( કાઠાં )ની જેમ જે જવાનુ હોય છે તે અવશ્ય જાયજ છે. ' 6. પછી ત્રીજે દિવસે હાથીનું મરણ થવાથી રાજાએ ગણુકનુ કંચન બધું સત્ય સમજી લીધુ. કહ્યું છે કેઃ— अवश्यभावभावानां प्रतीकारो यदा भवेत् । તફા કુવૈને વાયંતે, વહરામયુધિષ્ઠિત્તઃ ॥ ૨॥ અવશ્ય ભાવિભાવને જો પ્રતીકાર થઈ શકતા હાત તા નળરાજા, રામચંદ્ર અને યુધિષ્ઠિર વિગેરેને દુઃખા સહન કરવાંજ ન પડત. ” તેમજ વળી કહ્યુ છે કે-“ જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉડ્ડય પામે, મેરૂ પ°ત જો ચલાયમાન થાય, અગ્નિ જે શીતળતા ધારણ કરે, અને પર્વતના અગ્રભાગે શિલાપર જો કદાચ પદ્મ વિકસિત થાય (ઉગે ), તાપણ વિધિકૃત ભાવી કર્રરેખા ફરી શકતી નથી.” પછી રાજાએ સાહસપૂર્વક મોટા આડંબરથી પુત્રને વિવાહમહેાત્સવ કર્યાં. વિવાહ પછી પુનઃ હારનું સ્મરણ થતાં રાજા મનમાં ખેદ લાવીને મંત્રીને કહેવા લાગ્યું કેઃ—“ હું મત્રી ! તે હારના ચારને હું અવશ્ય શૂળી ઉપરજ રાજ્ય આપીશ, અર્થાત્ શૂળીએજ ચડાવીશ. મારૂ રાજ્ય તા મારા પુત્રેાજ ભાગવશે. ” આ પ્રમાણે ગથી તે ચારને માટે ગામની બહાર એક શૂળી તૈયાર કરાવી. કહ્યું છે કે:“ સ્વમન:કલ્પિત ઞ કાને થતા નથી? ટીટોડી પણ આકાશના પડવાથી ભૂમિભંગના ભયને દૂર કરવા પેાતાના પગ ઉંચે રાખીને સુએ છે. ” tr

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100