Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. જે પુરૂષ પાસે ધન હોય તે કુલીન ગણાય છે, તે પંડિત, શાસ્ત્ર અને ગુણ લેખાય છે, તેજ વક્તા અને તેજ સ્વરૂપવાન ગણાય છે. કારણ કે સર્વે ગુણે ધનને આશ્રય કરીને રહેલા છે.” એવી સ્થિતિમાં તે દંપતિને એક પુત્રની પ્રાપ્તિ થઈ; તેથી દરિદ્રાવસ્થામાં પણ તેમને આનંદ થયે. કહ્યું છે કે – संसारभावखिन्नानां, तिस्रो विश्रामभूमयः। अपत्यं च कलत्रं च, सतां संगतिरेव च ॥१॥ સંસારના તાપથી ખિન્ન થયેલા જીવને પુત્ર પ્રાપ્તિ. સ્ત્રી સમાન ગમ અને સત્સંગ-એ ત્રણ વિશ્રામનાં સ્થાન છે.” પરંતુ તે બાળક એક વરસને થે, ત્યારે તાલ જાતિના રોગથી મરણ પામે. . આથી તેની પ્રિયશ્રી માતાને અતિશય દુઃખ થયું. કહ્યું છે કે – नारीणां प्रिय आधारः, स्वपुत्रस्तु द्वितीयकः। सहोदरस्तृतीयः स्या-दाधारत्रितयं भुवि ॥१॥ સ્ત્રીઓને પ્રથમ આધાર પિતાને પતિ, બીજે આધાર સ્વપુત્ર અને ત્રીજે આધાર સહોદર ભાઈ-જગમાં તેમને આ ત્રણજ આધાર કહેલા છે.” કારણ કે “ સ્ત્રીના આધારરૂપ અને મનેનિવૃત્તિના કારણરૂપ પુત્ર વિના માતા અતિશય દુઃખાકુળ થાય છે.” આ પ્રમાણે પુત્ર મરણના દુઃખથી વ્યાકુળ થયેલ શેઠ પણ પિતાની પૂર્વ સમૃદ્ધિ સંભારીને તથા વર્તમાન નિર્ધાનાવસ્થા જેઈને અત્યંત ચિંતાતુર થઈ ગયે. કહ્યું છે કે-“તારા વિનાનું આકાશ અને જળ વિનાનું શુષ્ક સરવર જેમ સ્મશાનની માફક ભ યંકર લાગે છે, તેમ દ્રવ્યહીન પુરૂષનું ઘર સહુને અપ્રિય લાગે છે વળી “ ધનહીન પુરૂષનાં શીલ, શાચ, ક્ષમા, દાક્ષિણ્ય, મધુરતા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100