________________
પ્રિયંકરનુ૫ ચરિત્ર. ત્યાં દેખરેખ માટે પિતાના વિશ્વાસુ માણસે નીમી દીધા. કારણ કે કેઈને પણ વિશ્વાસ ન કર. કહ્યું છે કે-“તારૂ, તેલી, અશ્વ, ચોર, તીડ, સોનાર, ઠગ, ઠાકુર, સર્પ અને દુર્જન–એમને જે વિશ્વાસ કરે તે ગમાર સમજ.” - હવે સુવર્ણકારોએ તે હાર છ માસમાં તૈયાર કર્યો, એટલે રાજાએ વધામણીપૂર્વક તે હારને પોતાની રાજસભામાં અણુવ્યે. તે મહા મને હર હારને જોઇને રાજા અત્યંત ખુશી થયે, અને સભાસદે પણ તે અપૂર્વ હારને જોઈને અતિશય વિસ્મય પામ્યા. રાજાએ તે હારનું દેવવલ્લભ એવું નામ રાખ્યું, અને અત્યંત સતેષપૂર્વક તે સુવર્ણકારેને ધન વસ્ત્રાદિક આપી સંતેષ પમાડિને વિસર્જન કર્યા, એટલે તેઓ પિતાને નગરે ગયા. પછી રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા નિમિત્તિઆઓને લાવ્યા. તેઓએ કહેલ શુભ દિવસે અને શુભ મુહુ તે હાર મંગાવીને જેટલામાં રાજા પોતાના કંઠમાં પહેરે છે, તેટલામાં સભામાં અકમાત નૈઋત્ય ખૂણમાં છીંક થઈ. આથી શંકિત થઈને રાજાએ ત્યાં બેઠેલા એક નિમિત્તિઓને પૂછયું- હે દેવજ્ઞ ! આ છીંકનું શું પરિણામ આવશે?” એટલે તે દેવજ્ઞ બોલ્યા કે-“હે રાજન ! આ છીંક સામાન્યતઃ ઉદ્વેગકારક છે. કહ્યું છે કે પોતાને સ્થાને બેલા અને પ્રથમ કંઈ પણ સ્વીકાર્ય કરવાને ઈચ્છતા એવા પુરૂષને દિશા કે વિદિશાના વિભાગથી થયેલ છીંક શુભ અને અશુભ બંનેની સૂચક થાય છે. પૂર્વ દિશામાં થાય તે તે અવશ્ય લાભને સૂચવે છે, અગ્નિખૂણમાં થાય તે હાનિ સૂચવે છે, દક્ષિણ દિશામાં મરણ અને નૈઋત્યમાં ઉદ્વેગ સૂચવે છે. પશ્ચિમમાં પરમ સંપત્તિ, વાયવ્ય ખૂણમાં સુખવૃત્તિ, ઉત્તર દિશામાં ધનલાભ અને ઇશન