Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ : ૪: પ્રશ્નોત્તર રસધારી ઉત્તર–એક શાંતિનો કાઉસગ્ગ પૂર્ણ લેગસ્સને, બાકી સર્વ ચંદે નિમ્મલયરા સુધીના જાણવા. પણ રાઈ પ્રતિક્રમણમાં કુસુમિણ, દુસુમિણનો કાઉસગ રાત્રે કદાચ ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે સાગરવરગંભીર સુધીને કરે. પ્રશ્ન ૧૩–જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણમાં દર્શનને શું અર્થ ? ઉત્તર-દર્શન એટલે સમ્યકત્વ સમજવું. પ્રશ્ન ૧૪–નાની હરડે અને મેડી હરડે એ બને અણાહારી છે? ઉત્તર–નાની જે હીમજી હરડે તેનો અણુહારીમાં ઉપયોગ કરવાની પ્રવૃતિ છે, મહેટી હરડે એકલી અણહારીમાં ગણાતી નથી; પણ હરડાં, બેડાં અને આમળાં ત્રણે ભેગા કરેલા હોય ( જે ત્રિફલાના નામે ઓળખાય છે) તેની અણાહારીમાં પ્રવૃતિ છે. પ્રશ્ન ૧૫–અણુહારી વસ્તુ; રાત્રિ અગર દિવસે હરકોઈ ટાઈમે વાપરી શકાય? વળી ઊઠતા બેસતાં વપરાય તો બાધ હશે. ? ઉત્તર–અણાહાર હોવાથી જરૂર વાપરવી જ જોઈએ એમ નથી; પરંતુ કારણવશાત દવા તરીકે વાપરવી પડે તે તેને પચ્ચકખાણમાં બાધ આવતું નથી; કેમકે પચ્ચકખાણમાં ચાર પ્રકારના આહારને ત્યાગ હોય છે; અણહારને નહિ, પણ અણહારી ચીજ વાપરવી પડે તે નિરાંતે બેસી શાંતિથી વાપરવી. હરતાંફરતાં ઠેરની પેઠે કાર્ય કરવું વિવેકીનું કામ નથી. પ્રશ્ન ૧૬–શ્રાવકને સામાયક કરતાં કોઈ જાનવરથી લીલું ઘાસ ઉપર પડી જાય તેનું પ્રાયશ્ચિત્ત આવે? ઉત્તર—ઘાસ લીલું હોવાથી એકકિયના સંઘઢાનું પ્રાયશ્ચિત્ત જેવી રીતે સાધુ સાધ્વીને લેવું યોગ્ય છે તેવી જ રીતે શ્રાવક શ્રાવિકાને પણ લેવું ઘટે છે; કારણ કે સામાયકમાં શ્રાવક સાધુ નહિ પણ સાધુ સમાન ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94