________________
: ૪૪ : પ્રશ્નોત્તર રસધારા તેવું વચન ન કરવું, પિતાને હાનિ થતી હોય તે સહન કરવી, અને તેને ઉચ્ચાર પણ બીજે ન કાઢવો તે ખરી દાક્ષિણ્યતા છે.
પ્રશ્ન ૯૫–વિવેક અને જ્ઞાન એ બેમાં શું ફરક છે ?
ઉત્તર–બહુ ફેર છે, જ્ઞાન ભણવા-ગણવા માત્રને કહે છે, વિવેક તો તેનાથી બહુ ઉચ્ચ કોટીને ગુણ છે, વિવેકી જ ખરો જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે; અવિવેકી જ્ઞાનને દુરુપયોગ કરે છે.
પ્રશ્ન ૯૬ જિનબિંબો વસ્ત્રયુક્ત ભરાવવામાં શું દોષ છે?
ઉત્તર– જિનબિંબ ભરાવવાની પ્રવૃત્તિ ભરત ચક્રવર્તિથી શરૂ થયેલ છે, મૂલથી જ આપણું જિનબિંબો, વસ્ત્રાલંકારરહિત જ બનાવવાનું વિધાન છે; પૂર્વ પુરુષોએ તે પ્રમાણે જ માન્ય કરેલ છે, એટલે તેમાં ફેરફાર કરી શકાય નહિ.
પ્રશ્ન હ૭–અલકમાં સ્થાવર જીવે હોય? ઉત્તર–ન હોય, માત્ર આકાશ સિવાય કે દ્રવ્ય ન હોય.
પ્રશ્ન ૯૮–મનાવણું અને મનના પર્યાય રૂપી કે અરૂપી? રૂપી હેય તે તેને અવધિજ્ઞાની જેઈ શકે? જોઈ શકે તો પછી અવધિજ્ઞાન ને મન:પર્યવજ્ઞાનમાં શું ફેર?
ઉત્તર–મવર્ગણાને મનના પર્યાયરૂપી છે, તેને વિશિષ્ટ અવધિજ્ઞાની જોઈ શકે છે. બધા જોઈ શકતા નથી. અવધિજ્ઞાન વિષય મન:પર્યવ જ્ઞાન કરતાં ઘણો વધારે છે; સર્વાર્થસિદ્ધના દેવા આખો લેક તેમાં રહેલા સર્વ રૂપી પદાર્થો જોઈ શકે છે, તેના મનથી કરેલા પ્રશ્નોના ઉત્તર કેવળી દ્રવ્ય મનથી આપે છે, તે ત્યાં રહ્યા છતાં જોઈને સમજી શકે છે; મન:પર્યવજ્ઞાનની વિશેષતા એ છે કે તેના સ્વામી અપ્રમત્ત મુનિ છે, તેને વિષય મનુષ્યક્ષેત્ર માત્ર છે; વળી તે જ્ઞાનને દર્શનની અપેક્ષા નથી, એટલે
પશમરૂપ પ્રકાશ ઘણે અને ક્ષેત્ર નાનું હોવાથી મનના પર્યાયને વિશેષ સ્પષ્ટપણે જોઈ શકે છે, તે તેની ખાસ વિશેષતા કહેલી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com