________________
: ૪૨ : પ્રશ્નોત્તર રસધારા
પ્રશ્ન ૮૩–સૂર્ય, ચંદ્રના ગ્રહણ વખતે આપણે શું શું વર્જવાનું છે?
ઉત્તર–એ વખતે દેવદર્શન ન કરવાં (દેરાસરે બંધ રાખવાં), પ્રતિક્રમણદિ ધર્મક્રિયાઓ ન કરવી, ખાવું નહિ, સ્ત્રી સેવન ન કરવું, ગ્રહણની છાયા નીચે હરવું ફરવું નહિ; શાસ્ત્રાધ્યયન, પઠન, પાઠન ન કરવું; ઇત્યાદિ અનેક બાબતે વયે કહેલ છે, કારણ કે આ વખતે વાતાવરણ બહુ કલુષિત થઈ જાય છે.
પ્રશ્ન ૮૪–બંડી, ગંજીફરાક વિગેરે અશુદ્ધ હોય તો તે પહેરીને દેવગુરુનાં દર્શનાદિ ક્રિયા થઈ શકે કે નહિ?
ઉત્તર–અશુદ્ધ વસ્ત્રથી દેવગુરુનું દર્શનાદિ ન કરવું તે યોગ્ય છે, છતાં કદી દર્શન કરાય, પણ પૂજન કે સામાયિક, પ્રતિક્રમણદિક તે ન જ થાય.
પ્રશ્ન ૮૫-ઘરની નજીક કેઈનું મરણ થયું હોય ત્યારે તેનું મૃતક પડ્યું હોય ત્યાં સુધીમાં શું શું ક્રિયા ન થઈ શકે?
ઉત્તર–સામાયિક, પ્રતિક્રમણ, પઠન, પાઠનાદિ ન થાય. પ્રશ્ન ૮૬–-સ્થાપનાચાર્યને અડવાથી દોષ લાગે? ઉત્તર–અશુદ્ધ વસ્ત્ર કે શરીરે અડવાથી દેષ લાગે.
પ્રશ્ન ૮૭–દૂધમાં બાંધેલા લોટથી કરેલાં ઢેબરાં, ભજીયાં, પુરી વિગેરે વાસી ગણાય ?
ઉત્તર–જરૂર ગણાય. દૂધે બાંધવાથી તે વસ્તુ સાથે બીજાને અડવામાં વાંધો નથી, પરંતુ રાત્રી રહે તો વાસી થાય જ છે.
પ્રશ્ન ૮૮-છાશથી કે દૂધથી બાંધેલા લોટનાં બનાવેલાં ઢેબરાં વિગેરે તથા ધાણા મરચાં વિગેરે નાખેલ હોય અને પાણી નાખ્યા સિવાય બનાવેલ હોય તેવું શાક બીજે દિવસે વાપરી શકાય ? .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com