________________
પ્રશ્નોત્તર રસધારા : ૬૫ :
૧૩. ત્યાર પછી ઉત્સર્પિણને શ્રા આરાની શરૂઆત થાય છે. તે આરે ૪ કડાક્રોડ સાગરોપમને હોય છે, તેમાં પણ યુગલિક જ હેય છે. તેનું શરીર પ્રારંભે ૨ ગાઉનું અને પ્રાંત ૩ ગાઉનું હોય છે. આયુષ્ય પ્રારંભમાં ૨ પલ્યોપમનું અને પ્રાંત ૩ પલ્યોપમનું હોય છે. તેની પરિસ્થિતિ અવસર્પિણીના પહેલા આ પ્રમાણે સમજવી.
આ પ્રમાણે ૧૨ આરા પૂરા થયા પછી પાછી અવસર્પિણ શરૂ થાય છે. તેના બે આરાનું સ્વરૂપ પ્રારંભમાં લખાયું છે.
૧૪. યુગલિકપણાના અવસર્પિણીના ૩ આરામાં અને ઉત્સર્પિણીના ૩ આરામાં તિર્યંચા પણું યુગલિકા હોય છે, પરંતુ તે ચતુષ્પદ અને ખેચર એ બે જતિના હોય છે. ચતુ. પદેનું શરીર તે તે આરાના મનખ્યા કરતાં બમણું હોય છે અને આયુષ્ય મનુષ્ય પ્રમાણે જ હોય છે.
૧૫. યુગલિક મનુષ્ય અને તિર્યંચા અ૮૫ કષાયવાળા હોવાથી મરણ પામીને દેવગતિમાં જ ઉપજે છે. તેનું આયુષ્ય યુગલિકનો ભવ પ્રમાણે અથવા તેથી ઓછું હોય છે. એટલે તેટલા આયુષ્યવાળા દેવ જે જાતિમાં હોય ત્યાં તે ઉપજે છે.
૧૬. યુગલિક એટલે એક માતાના ઉદરથી જન્મેલ સ્ત્રી પુરૂષનું જેડલું, તેને ભાઈ બહેનને સબંધ હતો નથી, તે સ્ત્રીપુરુષ પ્રમાણે વર્તે છે. ત્યાં લગ્ન કિયાદિ હોતી નથી.
ઉપર લખેલા બાર આરાનું સ્વરૂપ પાંચ ભરત ને પાંચ એરવતને આશ્રયીને સમજવું. પાંચ મહાવિદેહમાં તો કાયમ ચોથા આરાના પ્રારંભના ભાવ વર્તે છે.
આ પંદરે કર્મભૂમિક્ષેત્રો કહેવાય છે. પ્રશ્ન ૧૮૯ધનુષ્યની ગણત્રી શી રીતે સમજવી ?
ઉત્તર–ઉત્સધ આગળના એક ગાઉના બે હજાર ધનુષ્ય સમજવા એટલે શ્રી રૂષભદેવનું દેહમાન પા ગાઉનું જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com