________________
: ૭૮ : સાદી શિખામણો ૧૫. શૂરવીરોએ નિર્બળ જનોને ન સતાવવા. ૧૦૬ પારાવાર દુઃખ હોવા છતાં આત્મઘાત ન કરે. ૧૦૭ હાંસી કરતાં કોઈને પણ મર્મ પ્રકાશ ન કરવો. ૧૦૮ જ્યાં માણસે ગુપ્ત સલાહ કરતા હોય ત્યાં ન જવું. ૧૦૯ જે કામની ઘણા માણસો મનાઈ કરે તે કામ ન કરવું. ૧૧૦ કઈ સારું કામ કરીને મનમાં ગર્વ ન કરે. ૧૧૧ તપસ્યા કરતાં ક્ષમા રાખવી. ૧૧૨ રાત્રે કાચમાં મુખ ન જેવું. ૧૧૩ ભણેલાં શાસ્ત્રો યાદ રહેવા માટે વારંવાર પુનરાવર્તન કરવું. ૧૧૪ શયન, મિથુન, નિદ્રા અને ભજન સંધ્યા સમયે વર્જવાં. ૧૧૫ ભેજન આપવું; પણ પિતાના હાથની ચતુરાઈ ન બતાવવી. ૧૧૬ સર્વની સાથે ઓળખાણ-પિછાન કરવી. ૧૧૭ ભજન પછી એક પ્રહર ન વીત્યો હોય ત્યાં સુધીમાં ફરી
ભોજન ન કરવું.. ૧૧૮ રાજા, દેવતા, ગુરુની પાસે ખાલી હાથે ન જવું. ૧૧૯ નિર્લજજ સ્ત્રીઓ સાથે હસવું નહીં. ૧ર૦ સ્ત્રીની પ્રશંસા તેના મૃત્યુ પછી કરવી. ૧૨૧ જેનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હોય તેણે તત્કાલ પાણી
ન પીવું. ૧૨૨ ભજનની મધ્યમાં પાણી પીવું. ૧૨૩ હર્ષના વખતમાં શોકનો વૃત્તાંત છોડી દે. ૧૨૪ અજીર્ણ થયું હોય તો ઉપવાસ કરવો હિતાવહ છે. ૧૨૫ કઈ માણસ ક્રોધમાં આવીને કહેર વચન કહી દે તે પણ,
ન્યાયને માર્ગ ન છોડવો. ૧૨૬ માતા, પિતા, ગુરૂ, શેઠ, સ્વામી અને રાજા; એમના અવર્ણ
વાદ ન બોલવા. ૧૨૭ મૂર્ખ, દુષ્ટ, દુરાચારી, ધર્મની નિંદા કરનારે, દુષ્ટ સ્વભાવવાળે,
લાભી, ચીર–એમને સંગ ન કરવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com