Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 89
________________ : ૬ : સાદી શિખામણો ૬૨ ખરાબ આચરણવાળાની સાથે વેપાર ન કર. ૬૩ કારણે સિવાય લાંઘણ ન કરવી. ૬૪ ખાસ ભરેસાદારને જ ખજાનાની ચાવી આપવી. ૬૫ આપેલી વસ્તુનું અથવા લીધેલી વસ્તુનું નામું લખવામાં આળસ ન કરવું. ૬૬ જૂના લાયક નોકરને તિરસ્કાર કરી નવો નોકર ન રાખવો. ૬૭ શત્રુને પ્રેમ અગર પ્રયત્નથી વશ કરે. ૬૮ સ્વપત્નીને મધુર વચનથી વશ કરવી. મિત્રની પાસે પણ વિના સાક્ષી ધન ન રાખવું. ૭૦ પરદેશમાં હાનિકારક વસ્તુનું સેવન ન કરવું. ૭૧ એક વાર પણ ધીમંતિને જરૂર પરિચય કરે. બનતાં સુધી કાઈ કામમાં આપણી સાક્ષી ન આપવી. ૭૩ ઉત્સવને છોડીને, ગુરુ અને માતાપિતાને અનાદર કરીને, બાળકને રેવરાવીને, નજીકમાં આવેલા પર્વની અવગણના કરીને, મૈથુન સેવીને, તેમ જ દૂધનું ભોજન કરીને, પિતાનું હિત ઈચ્છનાર પુરુષે પરદેશમાં પ્રયાણ ન કરવું. ૭૪ જે મકાનમાં પુરુષ ન હોય અને એલી સ્ત્રી હોય ત્યાં ન જવું. ૭૫ ખાસ કારણ સિવાય અન્યની પાસે ધનની આશા ન કરવી. ૭૬ માતા, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. છ૭ માતા, પિતાની સેવા શુદ્ધ ચિત્તથી કરવી. ૭૮ ગુરુ અને માતાપિતાની પાસે જૂઠું ન બોલવું. ૭૯ ધર્મના કાર્યમાં માતાપિતાની આશા પૂર્ણ કરવી. ૮૦ વડીલ બંધુને પિતા સમાન ગણવો. ૮૧ ભાઈને કુમાર્ગથી બચાવી લે; તેમ જ તેની દુર્દશા દૂર કરવી. ૮૨ રોગમાં, દુષ્કાળમાં, શત્રુના ભયમાં અને રાજકારમાં સ્વબંધુને સહાયતા આપવી તેમ જ કોઈપણ ઉત્તમ કાર્યમાં તેને ન ભૂલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94