Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 93
________________ = ૮૦ : સાદી શિખામણ ૧૫૦ ધર્મના જાણકાર પુરુષને સમાગમ કર. ૧૫૧ કેદની પણ નિંદા ન કરવી. ૧૫ર રસ્તામાં ચાલતાં પાન ન ખાવું. ૧૫૩ અખંડ સોપારીને દાંતથી ન તોડવી. ૧૫૪ વાત કરતાં હસવું, અપશબ્દ બેલવા તથા આ લોકને પરલોકથી વિપરીત કામ કરવું એ મૂર્ખનાં ચિહ્ન છે. ૧૫૫ વિદ્ધ, ઉપદ્રવવાળા સ્થાનમાં ન રહેવું. ૧૫૬ આવક દેખીને જ ખર્ચ કરે, કપડાં પણ આવકના પ્રમાણમાં જ પહેરવાં. ૧૫૭ લોકનિંદા કરે તેવાં કામ ન કરવાં. ૧૫૮ જૂઠાં તેલ અને માપ ન રાખવાં. ૧૫૯ પિતાના ધનની સલામતી રહે એવી ગિરવી ચીજ રાખવા સિવાય ધન ન આપવું. ૧૬૦ હંમેશાં પ્રિય અને હિતકારી વચન બોલવું. ૧૬૧ વિદ્યા ઉત્કૃષ્ટ ધન છે, જેની પાસે વિદ્યારૂપી ધન છે, તે સદા સુખથી સમય વ્યતીત કરે છે, વિદ્યા વગરનું જીવન વ્યર્થ છે. ૧૬૨ શ્રમ અને પ્રયત્નથી વિદ્યા પ્રાપ્ત થાય છે, માટે તે પ્રાપ્ત કરવા શ્રમ અને પ્રયત્ન કરવો. ૧૬૩ આળસ સર્વ દોષોની ખાણ છે, આળસુ પુરુષ, વિદ્યા અને ધન પ્રાપ્ત કરી શકતા નથી. ૧૬૪ વિદ્યા આપનાર ગુરુ અને પિતા બન્ને સમાન ઉપકારી છે. ૧૬૫ પ્રાતઃકાલમાં ઊઠી હંમેશાં પ્રભુસ્મરણ કરવું; કારણ કે પ્રભુ સ્મરણથી હદય પવિત્ર થાય છે, તેમ જ દુઃખ અને દુર્ભાગ્યને નાશ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 91 92 93 94