Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 90
________________ સાદી શિખામણે છ0: ૮૩ નાટક, તમાસા અને મનુષ્યના સમૂહને જેવાને માટે સ્ત્રીને આજ્ઞા ન આપવી. ૮૪ સ્વપત્નીને ઘરકામમાં વ્ય આપીને પણ જોડવી. ૮૫ રોષમાં આવેલી સ્ત્રીને જલદીથી પ્રસન્ન કરવી. ૮૬ સ્ત્રીએ રાત્રે બહાર ન જવું. 29 દુઃખમાં ફસાએલાં સંબંધીઓને શક્તિ પ્રમાણે સહાયતા આપવી, ઉત્સવ વેળા તેઓને ન ભૂલવા. ૮૮ બંધુઓ સાથે કદીપણ વિરોધ ન કરે, તેઓને ધર્મકાર્યમાં જડવા પ્રયત્ન કરો. ૮૯ બગાસામાં, છીંકમાં, ઉલટીમાં અને હસતી વખતે મુખ બંધ ન કરવું. ભોજન કરતાં છીંક આવે તે પાણી પીવું. ૯ પાણું બેસીને પીવું. ૯૨ સૂતી વખતે છાતી પર હાથ ન રાખવો. ૯૩ શૂહ ગાત્રવાળાને કન્યા આપવી, હલકા ગોત્રવાળાને ન આપવી. ૯૪ કન્યા આપીને ધન ન લેવું. ૯૫ કન્યાથી વર, વધારે ઉમરને જેવો. ૯૬ રાગી, વૃદ્ધ, મૂર્ખ, નિર્ધન, સંસારથી વિરક્ત અને નાની ઉમ રને, એટલાને કન્યા ન આપવી. ૦ મેટા માણસ આપણે ત્યાં આવે તે,એમને વિનયથી સત્કાર કરે. ૯૮ નવીન નવીન શાસ્ત્રો જોવાનો પ્રયાસ કરો. ૯૯ ગ્રંથ લગતાં સમાપ્તિ સિવાય પરિશ્રમ ન છોડ. ૧૦૦ પિતાના મુખથી પોતાની પ્રશંસા ન કરવી. ૧૦૧ શક્તિ છતાં આળસુ થઈને બેસી ન રહેવું. ૧૦૨ કપટીના ઢગ પર વિશ્વાસ ન કરવા. ૧૦૦ ગઈ વસ્તુને શોક ન કરો. ૧૦૪ ગુના પણ મરણ પ્રસંગે સાનમાં જવું, રેપ ન રાખવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94