________________
: ૬૮ : પ્રશ્નોત્તર રસધારા વિભાગ કરેલ છે, તે અંતરકરણ ભોગ્યકાળ કહેવાય. અને તે અંતરણ ભોગ્યકાળમાં વર્તત આત્મા સમક્તિવંત જ ગણાય, આમ અંતરકરણ ક્રિયાકાળ અને અંતરકરણ ભોગ્યકાળ એ બન્ને કાળ જુદા જુદા ધ્યાનમાં લેવાય તો પ્રશ્નને અવકાશ નહિ કરે.
પ્રશ્ન પ–ઉપશમ સમકિતમાં અનંતાનુબંધીની ચેકડી અને ત્રણ દર્શનમોહનીય એ સાતે પ્રકૃતિને વિપાકોદય અને પ્રદેશેય હોત નથી; પરંતુ તે વખતે તેને બંધ હોઈ શકે કે નહિ ?
ઉત્તર–ઉપશમમાં એ સાતે પ્રકૃતિને જેમ ઉદય ન હોય, તેમ બંધ પણ એકેને ન હેય.
પ્રશ્ન –વિપાકદિય અને પ્રદેશદય એટલે શું?
ઉત્તર–વિપકાદ–બંધ સમયે જે પ્રકૃતિ જે સ્વરૂપે બંધાયેલ હોય, તે પ્રકૃતિ તે સ્વરૂપે ઉદયમાં આવે તેને વિપાકેદય કહેવાય. પ્રદેશદય–જે પ્રકૃતિ જે સ્વરૂપે બંધાયેલ હોય, તે પ્રકૃતિ તે રૂપે ઉદયમાં ન આવતાં, પિતાનું નામ કાયમ રાખીને સમાન જાતિવાળી અન્ય પ્રકૃતિના વિપાકાદય સાથે મદદયથી ભગવાઈ જાય, તેને પ્રદેશદય કહેવાય.
પ્રશ્ન ૭—ઉપશમ સમકિત ભવચક્રમાં ભમતાં ઉત્કૃષ્ટથી પાંચ વાર પ્રાપ્ત થાય છે, તે જઘન્યથી કેટલી વાર પ્રાપ્ત થાય?
ઉત્તર–જઘન્યથી એક જ વાર પ્રાપ્ત થાય, આમાં એટલું વિશેષ સમજવું કે કર્મગ્રંથકારના મત પ્રમાણે અવશ્ય ઓછામાં ઓછું એક વાર પણ ઉપશમ સમક્તિ પ્રાપ્ત થવું જોઈએ, કારણ કે તેઓની એ માન્યતા છે, કે અનાદિ મિયાદષ્ટિને સર્વથી પહેલાં જે સમક્તિ હોય તે ઉપશમ જ હોય; પરંતુ સિદ્ધાંતકારના મતે એ એકાંત નિયમ નથી કે અનાદિ મિથ્યાષ્ટિને પહેલાં ઉપશમ સમક્તિ જ હેય, ઉપશમ પણ હોય, તેમ જ પ્રબલ વિશુદ્ધિવાળા આત્માને સર્વથી પહેલાં ક્ષયોપશમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com