________________
: ૬૬ : પ્રશ્નોત્તર રસધારા
પ્રશ્ન ૧૯૦–ગર્ભજ ઉત્પત્તિ કેવી રીતે થાય ?
ઉત્તર—બીજરૂપે મનુષ્ય ને તિય સ્ત્રી પુરૂષ બને જાતિના રહે છે, તેથી તેના સંયોગથી નવી નિષ્પત્તિ પણ થાય છે.
પ્રશ્ન ૧લી–-સાગારી અણસણ એટલે શું?
ઉત્તર–સાગારી અણસણની હકીકત ચઉસરણ અને આઉટ પચ્ચખાણમાં છે. આ અણસણ અમુક મુદતનું અને આગારવાળું હોય છે. સાગારી અણસણ જઘન્યથી અંતમુહૂર્તનું થઈ શકે છે. આ કાળે અણગારી અણસણ છ ન કરી શકે.
પ્રશ્ન ૧૯૨–સમ્યગજ્ઞાન, દર્શન ને ચરિત્ર એટલે શું ?
ઉત્તર–સમ્યક્ એટલે યથાર્થ–જેવા પરમાત્માએ કહ્યા છે તેવા જ્ઞાન, દર્શન ને ચારિત્ર સમજવા.
પ્રશ્ન કાર : ઝવેરચંદ છગ્ગનલાલ-સુરવાડાવાલા ઉત્તરદાતા : પંન્યાસજી શ્રી ધર્મવિજયજી ગણિમહારાજ
પ્રશ્ન –અંતર્મુહૂર્તકાળનું પ્રમાણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલું જાણવું? અને તેના કેટલા પ્રકાર છે?
ઉત્તર–અંતર્મુહૂર્ત કાળનું પ્રમાણ જઘન્યથી ૯ સમય અને ઉત્કછથી બે ઘડી (૪૮ મિનિટ)–માં એક સમય છે જાણવું. અંતમુહૂર્તના અસંખ્ય પ્રકારે છે. ૯ સમયનું અંતર્મુહૂર્ત, ૧૦ સમયનું અંતર્મુહૂર્ત, ૧૧ સમયનું અંતર્મુહૂર્ત, એમ થાવત્ બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીનું અંતર્મુદત ગણાય. નિમેષ (આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા સમય) માત્રમાં અસંખ્યાતા સમય અને અનેક અંતર્મુહૂર્તો થાય છે.
પ્રશ્ન ૨–૧થાપ્રવૃત્તિકરણ કેટલા કાળ પ્રમાણનું જાણવું?
ઉત્તર–યથાપ્રવૃત્તિકરણનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com