________________
: ૬૪ : પ્રશ્નોત્તર સંધારા
૮. ત્યાર પછી ઉત્સર્પિણીના આર્ભ થાય છે. તેનો ૧ આર ૨૧ હજાર વર્ષોંના હાય છે. તેની પરિસ્થિતિ પણ અવસર્પિણીના કટ્ટા આા પ્રમાણે હોય છે.
૯. ત્યાર પછી તેને ૨ જો આરા શરૂ થાય છે. તે પણ ૨૧ હજાર વર્ષના હાય છે તેના પ્રારંભમાં છ-છ દિવસ સુધી ૫ જાતિના અતિ શ્રેષ્ઠ વરસાદ વસે છે તેથી બધી જમીન ઘણી સુંદર ને નવપવિત થાય છે એટલે બીલમાં રહેલ મનુષ્ય ને તિર્યંચા બિલમાંથી બહાર આવે છે અને દિનપદન સુદર સ્થિતિ હાવાથી અનેક પ્રકારના ઉદ્યમા કરે છે જેથી સત્ર શાંતિ પ્રસરે છે. જો કે આ આગમાં ખાસ કરીને ધર્મના પ્રચાર હોતા નથી, છતાં અનેક ઉત્તમ જીવા હોવાથી તે સારાં સાણં કાર્યો કરે છે.
૧૦. ૨ જો આરા પૂરા થયા પછી ત્રીજા આરાને પ્રારંભ થાય છે. તેના ૩ વર્ષાંતે ૮ાા માસ જાય ત્યારે પ્રથમ તીર્થંકર થાય છે. આ આરેા ૪૨ હજાર વર્ષાં ઊણ ૧ ક્રાંડ!ક્રોડ સાગરાપમને હાય છે તેમાં ૨૩ તીથંકરા, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ થાય છે. કાળ ઉત્સર્પિણી હાવાથી દરેક બાબતથી શ્રેષ્ઠતામાં વૃદ્ધિ થાય છે.
૧૧. ત્યાર પછી તેને ૪ થા આરેા બેસે છે તે ૨ ક્રોડાકોડ સાગરાપમને હાય છે. તેના ૩ વર્ષોં ને ! માસ ગયા પછી ૧ (૨૪ મા તીથંકર) અને ૧ (૧ર મા) ચક્રવર્તી થાય છે. તેનુ આયુષ્ય ૮૪ લાખ પૂર્વાનુ અને શરીર ૫૦૦ ધનુષ્યનું હોય છે. આ તીર્થંકરના નિર્વાણું પછી અમુક કાળે યુગલિકપણું શરૂ થાય છે. તેમનુ શરીર એ આરાના પ્રાંતે ૧ ગાઉનુ અને આયુષ્ય ૧ પલ્યોપમનુ હાય છે.
૧૨. ત્યાર પછી ઉત્સર્પિણીના પાંચમા આરેા શરૂ થાય છે. તે ૩ ક્રોડક્રોડ સાગરોપમને હોય છે. તેમાં પણ યુગલિકા જ હોય છે. તેનુ શરીર પ્રાર ંભે ૧ ગાઉનુ અને પ્રાંતે ૨ ગાઉનુ હાય છે. આયુષ્ય પ્રારંભે ૧ પલ્યોપમનું અને અ ંતે ૨ પક્ષેાપમનુ હોય છે. બીજી સ્થિતિ અવસર્પિણીના ૨ જા આરા પ્રમાણે સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com