________________
: ૫૮ : પ્રશ્નોત્તર રસધારા
મનુષ્ય કહ્યા છે. પરંતુ સાતે પ્રકૃતિ અપાવવાનું અપૂર્ણ રહ્યું હોય તો નિઝાપક-સાયિકને પૂર્ણ કરનાર ચારે ગતિમાં લાભે છે. અર્થાત્ ચારે ગતિમાં જઈને તેને પૂર્ણ કરે છે.
અસ્પર્ય સબંધી હકીકત વિવાદગ્રસ્ત છે, તેથી તેનો નિર્ણય તમારે કેઈ આચાર્ય પાસેથી લેવો.
કૃષ્ણ વાસુદેવ અવિરતિ હતા, પરંતુ મૌન એકાદશીનું આરાધન ર્યું હતું. અવિરતિ સમકિતદ્રષ્ટિ છવ કાંઈ પણ વિરતિ કરી જ ન શકે એમ ન સમજવું. અત્યારે બહાળે ભાગે :સમતિ પામ્યા વિનાના જે હોય છે. તેઓ પણ વ્રત, તપ, જપ વિગેરે વિરતિ સ્વીકારે છે. ચેથા ગુણઠાણાવાળા અવિરતિ જીવો રીતસર શ્રાવક્તા બાર વ્રત ઉચ્ચરે નહી એટલે તે અવિરતિ કહેવાય; બાકી વિરતિના અંગની કાંઈપણ ત્યાગાદિ ક્રિયા ન જ કરે એમ ન સમજવું.
પ્રશ્ન ૧૬૫–અવ્યવહારરાશિ ને વ્યવહારરાશિ કેને કહીએ?
ઉત્તર–સૂક્ષ્મ વનસ્પતિકાય તે અવ્યવહારરાશિ ને બીજા જીવન સમૂહ તે વ્યવહારશશિ જાણવી.
પ્રશ્ન ૧૬૬–નિગોદ એટલે શું ?
ઉત્તર–એક શરીરમાં અનંતા જીવે છે તે નિગદ કહેવાય, તેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે.
પ્રશ્ન ૧૬૭જેટલા છો અહીંથી મોક્ષે જાય તેટલા છો અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે એવો નિયમ છે?
ઉત્તર–એવી ત્રિકાળ વ્યવસ્થા છે.
પ્રશ્ન ૧૬૮-જે એમ વ્યવસ્થા હોય તે જેટલા છ સિદ્ધમાં જાય તેટલા અવ્યવહારરાશિમાં ઘટે કે કેમ ? : : : : :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com