________________
: ૫૬ : પ્રશ્નોત્તર રસધાર
ઉત્તર–એમાં કંઈ વાંધો જણાતું નથી, બધે તેવી પ્રવૃત્તિ છે.
પ્રશ્ન ૧૫૫–કે માણસ માંદગી લંબાવાથી અને તેમાં ઘેરાઈ જવાથી, પ્રથમ લીધેલાં વ્રત, નિયમે, પાળી ન શકે તે તેને સવસમાધિવત્તિયાગારેણં, એ આગારથી છૂટ મળી શકે ?
ઉત્તર–છૂટ મળી શકે, પરંતુ કે નિયમ અને કેવી છૂટ, તે જાણ્યા પછી વધારે ખુલાસો થઈ શકે. બ્રહ્મચર્યનો ભંગ તે ન જ કરાય, સચિત્તના ત્યાગીથી, સચિત્ત ન જ વપરાય; બાવીશ અધ્યક્ષનું ભક્ષણ ન થાય, ખાસ કારણે બીજી કાંઈ છૂટ મેળવવાની જરૂર લાગે તો મુનિરાજની અગર સુશ્રાવકની સલાહથી છૂટ લઈ શકે.
પ્રશ્ન ૧૫૬---કોઈ સાધુ કે શ્રાવકને, તેની બેશુદ્ધ અવસ્થામાં શ્રાવકે વિગેરે તેનું વ્રત ભાંગે એવી રીતે પાણી, આહાર, ઔષધ વિગેરે આપે તો તે દોષના ભાગી થાય ?
ઉત્તર–જરૂર થાય, વ્રતભંગ કરાવવાનો કોઈને અધિકાર નથી. પ્રશ્ન ૧૫૭–સ્થાનકવાસી ને તેરાપંથોમાં શું ભેદ છે?
ઉત્તર–સ્થાનક્વાસી મૂર્તિ માનતા નથી, તેરાપંથીઓએ મૂર્તિ લેપ કરવા ઉપરાંત દયાધર્મને પણ લેખો છે.
પ્રશ્ન ૧૫૮–સ્થાનકવાસી, તેરાપંથીને દિગબરીની ઉત્પત્તિ કયારે થઈ?
ઉત્તર–આ વિષે ચોક્કસ સંવત મારા જાણવામાં નથી . પ્રશ્ન ૧૫૯–અષ્ટમંગલનાં શું નામ છે? તેની પૂજા દેરાસરમાં રાખીને કરાય ?
ઉત્તર–૧ સ્વસ્તિક, ૨, શ્રીવ૭, ૩ કલશ, ૪ ભદ્રાસન, પ નંદાવર્ત, ૬ વર્ધમાન, ૭ મત્સ્યયુગ, ૮ દર્પણ આ આઠ નામ છે; તેની પૂજા કરવાની આવશ્યકતા નથી; તે તે પ્રભુ પાસે ધરવાના. તેમ જ અક્ષતાદિવડે આલેખવાના છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com