________________
: ૪૬ :: પ્રશ્નોત્તર રસધારા
પ્રશ્ન ૧૦૩—જેને ઘેર જન્મનુ કૅ મરણનું સૂતક હોય, તેના ઘરના ગાય, ભેંસનું દૂધ કેટલા દિવસે મુનિ વહેારી શકે ? તેનું સૂતક કેટલું ગણવુ' ?
ઉત્તર—ઘરમાં જેટલા દિવસ સૂતક ગણાય તેટલા દિવસ સુધી તેના ધરના ગાય, ભેંસનું દૂધ પણ મુનિ વહારી ન શકે. ગૃહસ્થ ગાય, ભેંસ બીજી જગ્યાએ રાખે ને દૂધ દોવરાવે તે મુનિ વહેોરી શકે.
પ્રશ્ન ૧૦૪ ધર્મના દાનાદિ ચાર પ્રકાર કહ્યા છે, તેમાં ઉજમણામાં કે ઉપધાન વિગેરેમાં દ્રવ્ય વપરાય તે ક્યા પ્રકારના ધર્માંમાં ગણાય ? ઉત્તર-એને સમાવેશ દાનધમાં થાય, એમ મારું માનવુ છે. પ્રશ્ન ૧૦૫ ઋતુવતી સ્ત્રી હાલમાં સૂતરનાં કાં વસ્ત્રોને અડે છે, તેને ધાયા વિના બીજા વાપરે છે તેાતે દોષપાત્ર છે કે કેમ ? રેશમનાં વસ્ત્ર વપરાય કે નહિ ?
ઉત્તર—પ્રગટપણે દોષપાત્ર છે, માત્ર ઊનનાં વસ્ત્ર માટે બાધક નથી; રેશમનાં વસ્ત્ર માટે ખાસ જાણવામાં નથી, બાકી ન વાપરવાં તે યુક્ત છે. પ્રશ્ન ૧૦૬—રાત્રે તિવિહારવાળા અણુાહારી પદાર્થ પાણી સાથે વાપરી શકે?
ઉત્તર—વાપરી ન શકે, પાણી સાથે અણુાહારી પદા વાપરે તે આહારી ગણાય; ચઉવિહાર કરીને પછી વાપરી શકાય.
પ્રશ્ન ૧૦૭—તી કરા ત્રણ જ્ઞાન સાથે માતાના ગર્ભમાં આવે છે, તે ત્રણે જ્ઞાન ઉચ્ચકાટીનાં હોય છે કે મધ્યકાટીનાં હોય છે?
ઉત્તર—ઉચ્ચકાટીનાં હોતાં નથી, એ ત્રણે જ્ઞાન ઉચ્ચક્રાટીનાં તે મનુષ્યપણામાં જ પ્રાપ્ત થાય છે. તીર્થંકર તા દેવભવમાં જેટલા પ્રમાણમાં ત્રણ જ્ઞાન હોય તેટલા પ્રમાણમાં લઈને આવે છે, તેથી બધા તીર્થંકરાને એ ત્રણે જ્ઞાન પણ સરખાં હોતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com