________________
: ૪૮: પ્રશ્નોત્તર રસધાર
ઉત્તરએક નથી; તીર્થકર નામકર્મ તે ઘણું ભવ અગાઉ પણ બાંધે છે; અને તે કોઈ જીવને મિથ્યાત્વાદિ કારણથી વિલય પણ જાય છે, નિકાચીત તે પાછલા ત્રીજે ભવે જ કરે છે અને પછી તે તીર્થકર થાય જ છે.
પ્રશ્ન ૧૧૪–નવપદજીની પૂજામાં કહ્યું છે કે-ત્રીજે ભવ વર થાનક તપ કરી જેણે બાંધ્યું જિન નામ-આ પ્રમાણે કૃષ્ણ કે શ્રેણિકરાજાએ, ત્રીજે ભવે તપ કર્યાનું જણાતું નથી તે શી રીતે બાંધ્યું ?
ઉત્તર–તપ શબ્દથી તમારું લક્ષ બાહ્ય તપ ઉપર જાય છે, પરંતુ તેમણે અભ્યતર તપ, વિનય, વૈયાવચ્ચ આદિ કરેલ છે; અને તેથી તીર્થકર નામકર્મ બાંધ્યું છે; શ્રેણિકે નિકાચિત કર્યું છે અને કૃષ્ણ તે હવે નરકમાંથી નીકળી મનુષ્ય થશે તે ભવમાં નિશ્ચિત કરવાનું છે. તેમને નેમિનાથજીના ૧૮૦૦૦ મુનિને વંદન કર્યું ત્યારે તીર્થકરનામકર્મ બાંધ્યું છે; શ્રેણિક રાજાએ વીરપ્રભુની ભક્તિથી બાંધ્યું છે.
પ્રશ્ન ૧૧પ-રાવણે તીર્થકર નામકર્મ અષ્ટાપદ પર પ્રભુભક્તિથી બાંધ્યું છે, ત્યાં નિકાચિત કર્યું છે કે નહિ?
ઉત્તર–નિકાચિત કર્યું નથી. નિકાચિત તો ચૌદમે ભવે તીર્થકર થવાના છે, તેની અગાઉના ત્રીજે ભવે કરશે.
પ્રશ્ન ૧૧૬–તીર્થ કરનામકર્મ મુનિ પણામાં નિકાચિત કરે એ અથવા ક્ષાયિક સમક્તિી કરે એવો નિર્ણય છે?
ઉત્તર–એવો નિર્ણય નથી; શ્રેણિક રાજાની જેમ ગૃહસ્થપણુમાં પણ નિકાચિત કરી શકે.
પ્રશ્ન ૧૧૭–વીરપ્રભુના શાસનમાં નવ જણે તીર્થકર નામકર્મ બાંધ્યાનો ઉલ્લેખ છે, તેમણે નિકાચિન કર્યું છે?
ઉતર–બધાએ નિકાચિત કર્યું નથી; નિકાચિત તો તીર્થકર થવાના હશે ત્યારે તેની અગાઉ ત્રીજા ભવે કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com