________________
: પર : પ્રશ્નોત્તર રસધારા
ઉત્તર–એ બધાને કવ્યમનથી ઉત્તર આપે છે. પ્રશ્ન ૧૩ર–કમન એટલે શું ને ભાવમન એટલે શું? ઉત્તર–વ્યમન તે મવર્ગણા ને ભાવમન તે જ્ઞાન.
પ્રશ્ન ૧૩૩–બારમા દેવલોકના તથા બીજા સર્વ દેવો ઉપર ને નીચે કયાં સુધી જઈ આવી શકે ?
ઉત્તર–ઉપર પિતાના વિમાનની ધજા સુધી જઈ શક ને નીચેને માટે ઓછુંવત્તું છે, તે બૃહતસંગ્રહણીમાં જુઓ.
પ્રશ્ન ૧૩૪–અપરિગ્રહિતા ને પરિગ્રહિતા દેવીઓ એટલે શું ?
ઉત્તર–મુકરર સ્વામીવાળી તે પરિગ્રહિતા અને અમુકરર સ્વામીવાળી તે અપરિગ્રહિત જાણવી.
પ્રશ્ન ૧૩૫ અપરિગ્રહિતા દેવી ક્યાં સુધી જઈ શકે?
ઉત્તર–આઠમા દેવલોક સુધી જઈ શકે, ત્યાર પછીના દેવળેકના દેને રેગ્ય હોય તે દેવી, પોતાના સ્થાને બેઠી બેઠી મનથી જ પિતાને યોગ્ય દેવને સેવે છે, ત્યાં જતી નથી.
પ્રશ્ન ૧૩૬–એ દેવીઓનું આયુષ્ય કેટલું હોય છે?
ઉત્તર–આ બાબત બૃહસંગ્રહણી વિગેરેમાં સ્પષ્ટ કહેલી છે. પહેલા દેવલેકમાં ઉપજનારી અપરિગ્રહિતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય (૫૦) પોપમનું અને બીજા દેવલોકમાં ઉપજનારીનું (૫૫) પલ્યોપમનું હોય છે.
પ્રશ્ન ૧૩૭–સૂર્ય, ચંદ્ર, ગ્રહના સ્વામી છે, છતાં તે ગ્રહમાં કેમ ગણાય છે?
ઉત્તર–નવ ગ્રહના પ્રારંભમાં તેને ગણ્યા છે, પરંતુ તેથી તેનું સ્વામીપણું નાશ પામતું નથી.
પ્રશ્ન ૧૩૮-ગ્રહો પીડા કરે છે, એ વાત ખરી છે? જે ખરી ન હોય તે ભદ્રબાહુસ્વામી એ વાત ગ્રહશાંતિ સ્તંત્રમાં કેમ લાવ્યા છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com