________________
પ્રશ્નોત્તર રસધારા : ૫૩:
'ઉત્તર–એ વાત જોતિષના અંગની છે, તે શુભાશુભસૂચક છે; વિશે ખુલાસો તો બહુશ્રત કરી શકે.
પ્રશ્ન ૧૩૯-ગ્ર સમકિતી અને મિથ્યાત્વી એ બે પ્રકારના છે?
ઉત્તર-નવગ્રડે તે સમકિતી છે. બોજ (૮૮) ગ્રહો પૈકીના ગ્રહ સમકિતી જ છે એમ જાણવામાં નથી.
પ્રશ્ન ૧૪૦-સમક્તિી ચડે પણ બીજાને પીડા કરે ? ઉત્તર–એ પીડા કરતા નથી, પરંતુ અશુભસૂચક છે એમ સમજવું. પ્રશ્ન ૧૪૧–તિર્યંચોને અવધિજ્ઞાન કેટલા પ્રમાણમાં થાય છે?
ઉત્તર–જાન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા યોજન સુધીનું થાય છે.
પ્રશ્ન ૧૪૨–દ્વાદશાંગી ને આગમ એ એક કે જુદા?
ઉત્તર–દ્વાદશાંગી બાર અંગરૂપ કહેવાય છે, અને આગામોમાં અગીયાર અંગ સિવાયના ઉપાંગો વિગેરેને સમાવેશ થાય છે, પરંતુ સમગ્ર આગમ, એ દ્વાદશાંગીના નિઝરણારૂપ જ છે.
પ્રશ્ન ૧૪૩–પીસ્તાલીશ આગમાં શેને શેને સમાવેશ છે?
ઉત્તર–૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર ને ૨ ચૂલિકામુત્ર (નંદી ને અનુગદ્વાર ) એમ પીસ્તાલીશ જાણવાં, તેમાં ચારે અનુયોગ સમાયેલા છે.
પ્રશ્ન ૧૪–પંચાંગી કેને કહીએ?
ઉત્તર–સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂણિ ને ટીકા-આ પંચાંગી સમજવી. નિક્તિ, ભવ્ય અને ચૂર્ણિ માગધીમાં છે, તેમાં સૂત્રના અર્થને વિસ્તાર છે; ટકા અથવા વૃતિ સંસ્કૃતમાં છે, એમાં પણ સૂત્રના અને વિશે વિસ્તાર જ છે.
પ્રશ્ન ૧૪૫–સાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે શું? * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com