Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 63
________________ : ૫૦ : પ્રશ્નોત્તર રસધાર વાના છે, એમ પ્રભુ જાણતા હતા અને શાસન ચલાવવાનું કામ છસ્થનું છે, તેથી સુધર્માસ્વામીને દીર્ધાયુથી જાણી તેને પોતાની પાટ પર સ્થાપ્યા હતા, પ્રશ્ન ૧ર૩–મન:પર્યવજ્ઞાની પિતાના અને અન્ય જીવોના કેટલા ભવે દેખે ? અને તેમની ગતિ કઈ હોય ? ઉત્તર–મન:પર્યવજ્ઞાનને ખાસ વિષય મનના પર્યાય જાણવાનું છે, ભ જાણવાને વિષય અવધિજ્ઞાનને છે; તેથી અવધિજ્ઞાન સહિત જે મન:પર્યવજ્ઞાન પામ્યા હોય તો ભલે દેખે, તે સંખ્યાતા, અસંખ્યાતા દેએ સર્વ જીવ માત્રના દેખે એમ સમજવું નહિ; જે પૂછે તેના વિચારવાથી દેખે. મનઃ પર્યવજ્ઞાન બે પ્રકારનાં છે; વિપુલમતી અને ત્રાજુમતિ. તેમાં વિપુલમતીને તે કેવલજ્ઞાન જ થાય છે, તેથી તે તે મોક્ષે જ જાય; ત્રાજુમતિજ્ઞાન જે જાય તે પછી તે છવ ચારે ગતિમાં જાય એમ સંભવે છે. પ્રશ્ન ૧૨૪–મનુષ્યને અવધિજ્ઞાન જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલું હોય? અને તે આવેલું જાય કે નહિ? ઉત્તર-અવધિજ્ઞાનના મુખ્ય છ પ્રકાર છે અને ઉત્તરભેદ અસંખ્ય થાય છે, મનુષ્યને જઘન્ય અવધિજ્ઞાન ક્ષેત્રશ્રી અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ લેકાવધિ, પરમાવધિ સુધી થાય છે. લેકાવધિ સુધી થયેલું અવધિજ્ઞાન પણ જાય છે; પરમાવધિ જતું નથી, તેને તો અનંતર કેવલજ્ઞાન થાય છે. પ્રશ્ન ૧૨૫–અવધિજ્ઞાની પિતાના અને પરના કેટલા ભવો દેખે? ઉત્તર-અવધિજ્ઞાની સંખ્યાતા, અસંખાવા ભવ જુએ એમ કહેલ છે; પરના એટલે જે પૂછે તેના ઉપયોગ દઈને જુએ ત્યારે જાણે છે અને કહે છે. બધા અવધિજ્ઞાની માટે એ પ્રમાણે સમજવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94