________________
: ૧૮ : પ્રશ્નોત્તર રસધારા
જોઈએ. અને તે વ્રત પચ્ચકખાણું (પછી તે ગમે તે પ્રકારનું ગમે તે ભાગે હેય) વગર વિરતિ પણું આવી શકતું નથી.
પ્રશ્ન ૬૯–શ્રી કૃષ્ણ મહારાજને અવિરતિ સમ્યગ્ગદષ્ટિ કહેલ જાણવામાં છે, પરંતુ તેઓએ મોન એકાદશીનું આરાધન કરેલ હોય તેમ જાણવામાં છે. આથી તેઓ દેશ વિરતિધર કહી શકાય કે નહીં ?
ઉત્તર–શ્રી કૃષ્ણ મહારાજને દેશવિરતિ કઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ આચાર્યભગવાને કહ્યા નથી. મન એકાદશીની બાબત એકાદશીનું માહા
ભ્ય બતાવવા ચરિતાનુવાદે શ્રી કૃષ્ણ મહારાજનું વર્ણન સમજવાનું છે. " વિધિવાદે પંચમ ગુણસ્થાનરૂપે સમજવાનું નથી. ચક્રવર્તી, વાસુદેવ વગેરે દેવતા–વિદા આરાધન નિમિત્તે ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ વગેરે તપસ્યા જરૂર કરે છે પણ વ્રત પચ્ચક્ખાણને ઉદય જે પશમભાવે હવે જોઈએ તે ન હોવાથી અવિરતિ ગણવામાં આવે છે. .
પ્રશ્ન ૭૦–શ્રી કૃષ્ણ મહારાજને ક્ષાયિક સમકિતવાળા કહ્યા છે, છતાં તેમના જીવે નરકમાં બળભદ્રના જીવને પિતાની ખ્યાતિને માટે જગતમાં મિથ્યાત્વ પ્રવર્તાવવાની આજ્ઞા કરી તેનું શું કારણ? કારણ ક્ષાયિક સમકિતનાં ધણું વિશુદ્ધ પરિણામવાળા. હેય. બળભદ્ર પણ સમદૃષ્ટિ છે તે આવા અનાચારની પ્રવૃત્તિ કરે તે શી રીતે સંભવી શકે? ઉપરના કારણથી કેટલાક અગર કોઈક મહર્ષિએને એ મત જાણવામાં આવે છે કે તેઓને ક્ષાયિકને બદલે ક્ષાયિકના જેવા વિશુદ્ધ પશમવાળા ગણવા તે બરાબર છે?
. . ઉત્તર–મેહનીય કર્મની એટલી બધી પ્રબળતા છે કે જે આવા મહાપુરુષને પણ પિતાનું બળ બતાવે છે, નહીં કરવાનાં કામ કરાવે છે એ વિચારવાનું છે. એ હિસાબે કર્મની વિચિત્ર અતિ ગણાય છે. શ્રી કૃષ્ણ મહારાજને ક્ષાયિક સંખ્યક્ત કહેવામાં આવે છે, તે વ્યવહારથી સમજવાનું છે, નિશ્ચયથી નહીં અને એ જ કારણે ક્ષયાપશમી ચકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com