________________
: ૨૬ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર તીર્થકર કે સામાન્ય કેવળી મનથી આપે ને પિતાના અવધિ જ્ઞાનથી જાણી શકે છે.
પ્રશ્ન ૨૮-પ્રત્યેક દેવલોકમાં દેવીને રહેવાનાં કેટલાં વિમાન હશે ? એક વિમાનમાં કેટલા દેવ અને દેવીઓ રહેતા હશે? દેવોને અન્ય સ્થળે જવું હોય તે નવું વિમાન સ્ત્રીને જાય કે તે વિના પણ જાય ? અને ભુવનપતિ તથા વ્યંતરના દેવોને રહેવાનાં સ્થાન શું નામથી ઓળખાય છે? દેવીઓ ક્યા દેવલેક સુધી હોય છે?
ઉત્તર–પહેલા અને બીજા દેવલોમાં અપરિગ્રહીતા દેવીનાં ખાસ જુદાં વિમાને છે. પહેલા દેવલેમાં છ લાખ વિમાને છે, બીજા દેવલોકમાં ચાર લાખ વિમાને છે, દરેક વિમાનમાં અસંખ્યાત દેવે ને દેવીઓ રહે છે, માત્ર સર્વાર્થસિદ્ધ વિમાનમાં જે સંખ્યાતા રહે છે; દેવા અન્ય સ્થળે જાય ત્યારે પ્રાયે નવું વિમાન રચીને જાય છે, તે સિવાય પણ જવામાં બાધક નથી. ભુવનપતિને રહેવાનાં શાશ્વતાં ભુવને છે, અને અંતરેને રહેવાનાં શાશ્વતાં નગર છે. તેના નિવાસસ્થાનને એ ઉપનામ જ આપેલું છે. દેવીઓ પહેલા બે દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે અને આઠમા દેવલોક સુધી જાય છે, નવમાથી બારમા દેવલોક સુધીના દેવે મનથી ઈચ્છે છે. તે ઉપરાંતના દેને કોઈ દેવીઓને કોઈપણ જાતને સંબંધ નથી.
પ્રશ્ન ર૯–નારકીના જેવો અવધિજ્ઞાનથી પિતાને પૂર્વજન્મ અને આગામી જન્મ જાણી શકતા હશે?
ઉત્તર–તેમને અવધિજ્ઞાન બહુ ઓછું હોય છે, તેથી અવધિજ્ઞાને વડે જાણી શક્તા નથી, જાતિસ્મરણ જ્ઞાનવડે પૂર્વજન્મ જાણી શકે છે. આગામી જન્મ જાણવાનો સંભવ નથી.
પ્રશ્ન ૩૦–બરફના ત્યાગવાળો બરફ કે બરફ નાખેલું પાણી વાપરી ન શકે, પણ પાણીના ઠામની આસપાસ બરફ મૂકેલ હોય તે પાણે વાપરી શકે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com