________________
: ૩૮ : પ્રશ્નોત્તર રસધાર
ઉત્તર–મન પૌદ્ગલિક છે, પરંતુ તે જે કાંઈ કરી શકે છે, તે આત્માના ભળવાથી જ કરી શકે છે, એનું એકલાનું કંઈ બળ નથી.
પ્રશ્ન ૬૭–પ્રવચન એટલે શું ? કૃત અને પ્રવચન એક જ વસ્તુ છે કે જુદી ?
ઉત્તર–પ્રવચનના અનેક અર્થો થાય છે. શ્રત અને પ્રવચન એક જ છે એમ કહેવાય. અને શ્રત એટલે શાસ્ત્ર અને પ્રવચન એટલે શાસનસંધ પણ કહેવાય.
પ્રશ્ન ૬૮-અનંત એટલે કદી કાળે જેનો અંત નહિ એ શબ્દાર્થ થાય છે, પણ કેટલીક બાબતમાં અંત ઘટી શકે છે તેનું શું કારણ? અંત ઘટી શકે તે તેને અનંત કેમ કહીએ ? જેમકે કઈ જીવ આવેશમાં એવું કર્મ બાંધી દે છે. કે એને અનંત સંસાર બંધાય છે, પરંતુ તે પણ પાછા ઠેકાણે પડે છે, તે આમાં અનંત સંસાર કહ્યો છતાં પાછો મેક્ષગામી થઈ જાય છે, ત્યારે અનંતસંસારી તેને કેમ કહીએ ?
ઉત્તર-અનંતા નવ પ્રકારનાં છે, તેમાંના પ્રથમનાં સાત પ્રકારનાં અનંતાને અંત આવવાથી જ આઠમું અનંતું બની શકે છે. અનંત પણ એક પ્રકારની અતિશય મોટી સંખ્યાવાચક સમજવું. તમે એક પ્રકારના અનંતાની વાત કરી છે, પણ એવી અનેક બાબત છે કે જેમાં અનંત કહ્યા છતાં અંત આવે છે, અને નિગેદ, કાળ, અલક, વિગેરે એવા અનંતા છે કે જેને કેઈ કાળે અંત આવતું નથી.
પ્રશ્ન ૬૯–આલાપ ને સંતાપને અર્થ શું ?
ઉત્તર–આલાપ એટલે એક વાર બોલવું અને સંતાપ એટલે વારંવાર બેલિવું, આ અર્થ સમકિતના સડસઠ બેલની સજઝાયમાં છે.
પ્રશ્ન ૭૦–સમકિતવાન, અન્યદર્શનીના મંદિરાદિકને ઉદ્ધાર વિના આસક્તિએ કરાવી શકે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com