________________
પ્રશ્નોત્તર રસધારા : ૩૯ : તર–સમક્તિવાન રાજા અને મંત્રી વિગેરે અન્ય દર્શનીના મંદિરનો પણ ઉદ્ધાર અમુક પ્રકારની ફરજને અંગે કરે છે, તે તેથી તેને બાધ આવતું નથી.
પ્રશ્ન ૭૧–બીજા અપૂર્વકરણને પ્રાપ્ત કરી તરત જ પાછા હઠેલે તેમ જ ચેથા અંતરકરણમાંથી પડેલ વ ઉત્કૃષ્ટ કેટલી મુદત મોક્ષ પામી શકે?
ઉત્તર–બીજુ અપૂર્વકરણ કર્યા પછી કોઈ જીવ પાછો હઠત જ નથી, પરંતુ અનિવૃત્તિwણ કરી સમક્તિ પામે છે. અંતરકરણ તે શું કરણ નથી, પણ અનિવૃત્તિકરણનો જ છેવટને ભાગ છે; એ ત્રણ કરણ કર્યા પછી સમક્તિ પામીને જે જીવ પ્રતિપાતી થાય છે, તે છે . વધારેમાં વધારે અર્ધપુગલપરાવર્તન કાલની અંદર મોક્ષ પામે છે.
પ્રશ્ન ૭૨–તિર્યંચ પતિને મૃત અને મતિ બને જ્ઞાન ઘટી • શકે છે કે એકલું મતિજ્ઞાન જ ઘટે?
ઉત્તર–તિર્યંચ પંચેંદ્રિયને ચોથું અને પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થતું હેવાથી તેને મતિ અને શ્રુતજ્ઞાન બને તેવાં જોઈએ.
પ્રશ્ન ૭૩–મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ એમ બે વિભાગ છે, તે પૂર્વ મહાવિદેહના મનુ, તીર્થ કર આદિ, પશ્ચિમ મહાવિદેહમાં અને પશ્ચિમના પૂર્વ મહાવિદેહમાં જતા આવતા હશે કે નહિ? મહાવિદેહ ક્ષેત્રની બત્રીશ વિજય કહેવાય છે, તે વિજય એટલે શું?
ઉત્તર–મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મનુષ્યો વિગેરે એક વિજયમાંથી બીજી વિજયમાં ૫ણ જજ શક્તા નથી, તો પૂર્વ મહાવિદેહમાંથી પશ્ચિમ મહાવિદેહમાં તે શાના જ જાય? વિજય એ મહાવિદેહ ક્ષેત્રના ચડીને છતવા લાયક પડેલા વિભાગનું નામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com