________________
: ૩૬ : પ્રશ્નોત્તર રસધારા
ઉત્તર-દ્વાદશાંગી અને દ્વાદશાંગ એક જ છે, તેમાં સમસ્ત બ્રુતજ્ઞાનને સમાવેશ થઈ જાય છે. ચૌદ પૂર્વ દ્વાદશાંગી પૈકી બારમા અંગનો એક વિભાગ છે, પરંતુ તેમાં ઘણી અપૂર્વ વસ્તુઓ હોવાથી તેની વિશેષતા કહેલી છે; એટલે જેને ચૌદપૂર્વી કહેવામાં આવે તેને દ્વાદશાંગીના પણ જાણકાર જ સમજવા.
પ્રશ્ન ૬૧–ચર તિવી દેવોના વિમાન હંમેશાં કરતાં જ હોય છે, એથી એમને હેરાન થવાપણું નહિ હોય? તેમની પહોળાઈને ઊંચાઈ જે બતાવી છે તે જોજન કયા અંગુલના સમજવા ?
ઉત્તર-ચર જોતિષીના વિમાન જગત સ્વભાવે તેના નિયમ પ્રમાણે ફરતા રહે છે, તેમાં તેમને કંઈપણ હેરાનગતિ નથી. તેમની પહોળાઈ ને ઊંચાઈ જે કહી છે તે પ્રમાણગુલના ભોજનની" સમજવી.
પ્રશ્ર ૬૨–તારો ખરે છે તે આપણે શું માનવાનું છે ?
ઉત્તર–જે શાશ્વત તારાઓ છે તે કદાપિ ખરતા જ નથી; આપણે તારા ખરતા દેખીએ છીએ અને કહીએ છીએ તે અગ્નિકાયના ભાસ્વર પુદ્ગલે છે.
પ્રશ્ન ૬૩–અહિયાં જેમ વૃષ્ટિ થાય છે તેમ દેવલોકમાં થાય છે? વળી ત્યાં નદી, સરોવર, વાવ, કૂવા, આદિ ખરા કે નહિ? અને તેમાં રહેલું જલ શાશ્વત છે કે કેમ ? વળી ત્યાં વાયુ, અગ્નિ અને જુદા જુદા વૃક્ષોનું ઉત્પન્ન થવું ખરું કે નહિ ? ત્યાંના દેવો આહાર શાન અને શી રીતે કરતા હશે ? એમને અશાતા વેદની ઉપજે છે કે નહિ ? વળી તેઓ નિદ્રા લેતા હશે કે નહિ ? આપણે અહિં કાલની ગણના ચર તિથીના આધારે કરીએ છીએ, ત્યાં કાલની ગણના કેવી રીતે હશે? વળી ત્યાં જિનબિંબો અશાશ્વતાં ખરાં કે નહિ ?
ઉત્તર–દેવલોકમાં તેમ જ અધોલેકમાં ભુવનપત્યાદિકના ભુવન વિગેરેમાં જલવૃષ્ટિ હોતી નથી. નદી, સરોવર, કૂવા હોતા નથી; વાવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com