Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 48
________________ પ્રશ્નોત્તર રસધારા : ૩૫: ઉત્તર—એક વાર સમાધિ મરણ થયા પછી વ અમુક કાળે માક્ષ જાય એવા નિયમ નથી. પ્રશ્ન ૫૮—સંવત્સરી પ્રતિક્રમણ વખતે સ્ત્રીએ ચૂલા, સંખારાના પ્રાયશ્ચિત્ત માટે જે જે પૈસા ભેગા કરે છે, તે શા ખાતે વપરાય ? જ્ઞાન ખાતે લઈ જઈએ તેા બાધ છે? ઉત્તર—એવી રીતે એકઠા કરેલા પૈસા જીવદયાના કામમાં વાપરવા તે વધારે યોગ્ય છે. જ્ઞાન ખાતે લઇ જવા તે ડીક જણાતું નથી. પ્રશ્ન ૫૯— આત્માના અસંખ્ય પ્રદેશ કહ્યા છે, તેા પ્રદેશ એટલે શું? તે રૂપી કે અરૂપી ? વળી આત્મપ્રદેશના ધન એટલે શુ? કહ્યું છે કે માછું જનાર જવા માટે મનુષ્ય ભવનું શરીરનુ જે માપ હાય છે, તેમાંથી છેલ્લે સમયે એક ભાગ બાદ કરી બે ભાગમાં આત્મ પ્રદેશના ધન ચાય છે; તેટલી જ અવગાહના આત્મપ્રદેશોની સિદ્ધશિલાએ સદાય રહે છે; તેા અવગાહના કાને ક્ઠીએ ? વળી તેનુ સમજાય તેમ સ્વરૂપ ક્ડી બતાવશે ? ઉત્તર—આત્માના અસંખ્ય પ્રદેશો એટલે વિભાગેા સમજવા, પર ંતુ તે જુદા પડી શક્તા નથી અને તે આત્માના જ વિભાગે હાવાથી અરૂપી છે. આત્મપ્રદેશના ધન થી એટલે આખા મનુષ્યશરીમાં રહેલા આ પ્રદેશો દરના પોલાણમાં દાખલ થઈને એક બીજા સાથે લગાલગ થઈ જાય છે, કે જેથી મનુષ્યશરીરની જે અવગાહના એટલે કે, લંબાઈ, પહેાળા ને ઊંચાઇ હોય તેમાં ૐ ભાગ પાલાણના હોવાથી તે ભાગ પુરાઈ જતાં ૐ ભાગની અવગાહના એટલે આત્મપ્રદેશાના થયેલા ધનની લંબાઇ પહેાળાઈ રહે છે. પ્રા ૬૦—ાણાંગી તે ાઢ્યાંગ એક જ છે કે નહિ ! વળી સમસ્ત શ્રુતજ્ઞાનને તેમ જ ચૌદે પૂના દાહ્યાંગમાં સમાવેશ થઈ જાય છે કે નહિ! અથવા તે। ચૌદ પૂર્વની કાંઇ વિશેષતા છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94