Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 41
________________ : ૨૮ : પ્રશ્નોત્તર સધારા પ્રશ્ન ૩૬——દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ શું છે? અને તેનુ સ્વરૂપ શી રીતે સમજી શકાય તેમ છે? ઉત્તર—એ ચારેનુ સ્વરૂપ ઘણુ વિસ્તારવાળું છે; તે જાણવા માટે લેાકપ્રકાશ, તત્ત્વાર્થી વિગેરે શાસ્ત્રો વાંચા, અથવા ગુરુગમથી તેનુ સ્વરૂપ સમજો. માત્ર ટૂંકા ઉત્તરથી તે સમજાવી શકાય તેમ નથી. પ્રશ્ન ૩૭—શ્રી હેમચાચા કઈ ગતિમાં છે? તે કેટલા ભવે મેાક્ષે જશે? કુમારપાળ હાલ કઈ ગતિમાં છે ? ઉત્તર—શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ બન્ને દેવગતિમાં છે; હેમચંદ્રાચાર્યના ભવની સંખ્યા ચાક્કસ કહેલ નથી; કુમારપાળ તે પદ્મનાભ પ્રભુના ગણધર થવાના છે. પ્રશ્ન ૩૮—જૈન વિગેરે પેપરોની શુ વ્યવસ્થા કરવી ? ઉત્તર-જરૂર પડ્યે પેપરે! એકત્ર કરીને જલશરણ કરવાં એ ફ્રીક લાગે છે. વેચવાયો તેની ઘણી આશાતના થવાના સભવ છે, તે આપણુ કમ નથી. પ્રશ્ન ૩૮—સૂર્ય જેમ પૂર્વ દિશામાં ઊગે છે, તેમ ચંદ્ર કઇ દિશામાં ઊગે છે? તેનુ ઊગવું આપણે આધુ પાğ તે ઊંચું નીચું ક્રમ દેખીએ છીએ ? ઉત્તર—સૂર્ય કે ચંદ્ર ઉમતા કે આથમતા નથી. માત્ર આપણે ખીએ ત્યારે ઉદય, તે દેખાય નહિ ત્યારે અસ્ત માનીએ છીએ. તે ખનો પૂર્વ દિશાથી મેરુ ફરતા વલયાકારે તેમના મડળ ઉપર એક સરખી ઊંચાઈએ ફર્યાં કરે છે; આપણી દ્રષ્ટિના દોષથી ઊંચા નીચા દેખીએ છીએ; વળી ચંદ્ર ઊગેલ તા દિવસના હોય છે, પણ આપણે સૂર્યાસ્ત થયા પછી જ તેને દેખી શકીએ છીએ; આને માટે મ`ડળ પ્રકરણ વાંચો. સૂર્ય અહિંથી ૮૦૦ આસા યોજન અને ચંદ્ર ૮૮૦ આદસે એશી મેજિન ઊંચા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94