________________
: ૩૨ : પ્રશ્નોત્તર રસધાર
સ્થાનકના આરાધનથી જ તીર્થકર ગોત્ર બાંધે છે કે ઓછા પદોના આરાધનથી પણ બાંધી શકે છે?
ઉત્તર–નવપદજીની પૂજામાં “વીશ સ્થાનક તપ કરી” એમ નહિ પણ “વર સ્થાનક તપ કરી” એમ છે, એટલે વીશ સ્થાનકે પૈકી કોઈ પણ એક સ્થાનકના આરાધનથી અથવા એકથી વધારે વીશે સ્થાનકના આરાધનથી તીર્થકર નામકર્મ બંધાય છે, કાઈક જ જીવ વીરપ્રભુના જીવની જેમ વિશે સ્થાનકેનું આરાધન કરે છે.
પ્રશ્ન ૪૯-છસ્થાવસ્થામાં તીર્થકરે દેશના દે છે કે નહિ ? વળી દરેક તીર્થકરે છસ્થાવસ્થામાં પ્રાયે મૌન રહેતા હશે? તીર્થ કરે આહાર કરે છે તે માતા પિતાદિ દેખી શકે કે નહિ ? વળી તેઓના પાંચે કલ્યાણકોમાં નારકીના જીવોને સુખ ઉપજે છે?
ઉત્તર-તીર્થકર છદ્મસ્થાવસ્થામાં દેશના આપી શક્તા નથી; પ્રાયે મૌન જ રહે છે. તીર્થકરોના આહારનિહાર કોઈ ચર્મચક્ષવાળો દેખી શકતા નથી; અને તેમના પાંચે કલ્યાણકાએ નારકીના જીવોને નરકના પ્રમાણમાં ઓછુંવતું સુખ ઉપજે છે.
પ્રશ્ન ૫૦–નારકીના છના દુઃખનું વર્ણન, સર્વાર્થસિદ્ધ સુધીના તમામ દેવલેકના દેવના સુખનું વર્ણન; અને મોક્ષના અનુપમ સુખનું વર્ણન, તેમ જ સિદ્ધશિલાનું વાસ્તવિક સ્વરૂપ એ સર્વ સારી રીતે સમજાય તેવું ક્યા ગ્રંથમાં છે.
ઉત્તર–એ સર્વ સમજવા માટે બહત સંઘયણી, બૃહતક્ષેત્રસમાસ ને દ્રવ્યપ્રકાશ વાંચવા.
પ્રશ્ન પ૧–વૈતાઢય પર્વત ઉપર શાશ્વતા–અશાશ્વતા જૈન મંદિર અને જિનબિંબે છે કે નહિ? અશાશ્વતા મંદિરે ત્યાં હોય તે તેમાં વર્તમાન વીશીના તીર્થકરેની પ્રતિમાઓ હશે? વળી હાલના સમયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com