________________
પ્રશ્નોત્તર રસધારા : ૨૯ :
પ્રશ્ન ૪૦–શાશ્વતી પ્રતિમા તેવી ને તેવી કાયમ રહે છે કે તેમાં ફેરફાર થાય છે? તેનાં નામ પણ ચાર કહેવાય છે, તે જ કાયમ રહે છે કે કાળે કરીને ફરે છે?
ઉત્તર–શાશ્વતી પ્રતિમામાં બીલકુલ ફેરફાર થતો નથી; તેથી જ તે શાશ્વતી કહેવાય છે, તેનાં નામ પણ શાસ્ત્રમાં, અષભ, ચંદ્રાનન, વારિવેણુ અને વર્ધમાન કહ્યાં છે, તે જ કાયમ રહે છે, તેમાં ફેરફાર થતો નથી.
પ્રશ્ન ૪૧–વૈતાઢય પર્વત આપણાથી કઈ દિશાએ છે? તેની ઉપર રહેનારા બધા મનુો આપણા જેવા જ હશે? બધા વિદ્યાવાળા હશે? અત્યારે તેમની સ્થિતિ કેવી હશે? * ઉત્તર–વૈતાઢય આપણી ઉત્તર દિશાએ ઘણે દૂર છે. તેથી દેખી શકાય તેમ નથી. તેની ઉપર વસનારા વિદ્યાધરો આપણું જેવા જ મનુષ્ય હોય છે અને પ્રાયે બધા ઓછીવત્તી વિવાવાળા હેય છે; અત્યારે તેઓ પણ વિદ્યા વિનાના થઈ ગયેલા હેય છે, તેથી બીજે સ્થાને વિદ્યાવંડ જઈ આવી શક્તા નથી.
પ્રશ્ન કર–ચંદ્ર સુર્ય મૂલ વિમાને વિરપ્રભુને વાંદવા આવ્યા, તે જેટલો વખત રોકાણ હશે, તેટલે વખત તેના મૂળ સ્થાનમાં અંધકાર થઈ રહ્યો હશે કે કેમ?
ઉતર–તે વખતે સંધ્યાકાળ હતો, તેથી સૂર્યને મહાવિદેહમાં જમવાનું હતું, ત્યાં મોડો ઊગ્યો અને અહી તે રાત્રી પડવાની હતી, તેથી ચંક મોડે દેખાશે, એમ સમજવું, તેની અસર તેના વ્યાપક ક્ષેત્રમાં સમજવી, બધે સમજવી નહિ.
પ્રશ્ન ૪૩–દેરાસરના ચાખા કાગડા, ચક્લાં ખાતાં હોય તે તે અટકાવવામાં લાભ aો છે, પણ તે અન્ય દર્શનીને વેચાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com