________________
: ૨૪: પ્રશ્નોત્તર રસધાર
ઉત્તર–જાતિસ્મરણ જ્ઞાન અને અવધિજ્ઞાન કવચિત કવચિત થવાનો સંભવ કાળસપ્તતિકામાં કહેલ છે.
પ્રશ્ન ૨૧–આકાશમાં ગાજવીજ થાય છે, ભિન્ન ભિન્ન પ્રકારનાં વાદળાં થાય છે ને વિખરાય છે; અને વાદળાં ચાલતાં દેખાય છે તેને આપણે શું માનવાનું છે ?
ઉત્તર-એ ઘણે ભાગે પુદ્ગલ પરિણમન સ્વભાવ છે. પાણીનો પિંડ વાદળાંરૂપે બંધાય છે, વાયુના સંયોગે તે ચાલતાં દેખાય છે; કરવ, વાદળાં સાથે વાયુના અથડાવાના કારણથી થાય છે, અને વિજળી અગ્નિકાયનો પિંડ છે, તેને ચમકારા કરવાનો સ્વભાવ છે. વાયુ વાદળાંને સ્પર્શ કરી શકે છે અને તેથી જ ગરવ થાય છે, વાદળાં સ્પર્શન થાય એવી વસ્તુ નથી.
પ્રશ્ન રર–પર્યુષણ પર્વની કથામાં આવે છે કે શ્રી વીર પર માત્માએ શ્રેણિક રાજાને ઉપદેશ સંભળાવતાં કહ્યું કે-પર્યુષણમાં કલ્પસૂત્ર શ્રવણ કરવું વિગેરે ધર્મકાર્યો કરવાં તે, ભગવાનના સમયમાં ને ત્યાર અગાઉ કયું કલ્પસૂત્ર વંચાતું હશે ? આ તો ત્યારપછી બનેલું છે.
ઉત્તર–એ સર્વસામાન્ય ઉપદેશ છે, તે આધુનિક જૈન બાંધ માટે છે; શ્રેણિક રાજાને ઉદ્દેશીને કહેવાની સામાન્ય પદ્ધતિ છે. મહાવીર પ્રભુના વખતમાં અને ત્યાર અગાઉ પર્યુષણમાં સમયને અનુકૂલ વાંચન ગુમહારાજ કરતા હશે ને શ્રાવકે સાંભળતા હશે; કલ્પ શબ્દ મુખ્યત્વે મુનિના આચારવાચક છે, બાકી શાસ્ત્રની પદ્ધતિ જ એ પ્રમાણે કહેવાની છે.
પ્રશ્ન ર૩–શ્રી દેવર્કિંગણિ ક્ષમાશમણે સૂત્રો પુસ્તકાસ્ટ કયાં ત્યાર અગાઉ લખેલાં પુસ્તકે હશે કે નહિ ?
ઉત્તર–લિપિ તે ત્રષભ પ્રભુના વખતથી તેમની શીખવેલી લખવામાં આવે છે. ફક્ત સૂત્રોનું પંચાંગી વિગેરે મુખપાઠ હતા, તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com