________________
: ૨૨ : પ્રશ્નોત્તર રસધારા જવાનું કારણ નથી. અવધિજ્ઞાનમાં તો વારંવાર નવું નવું જોવાનું હેય છે; તેથી તે પ્રતિપાતિ હોઈ શકે છે. .
પ્રશ્ન ૧૧–સંગમદેવ ભવિ કે અભવિ? ઉત્તર–તે અભવિ છે એમ કહેલ છે.
પ્રશ્ન ૧૨–અન્ય મતના માણસને જૈનમતમાં અનુરાગ થતાં શરૂઆતમાં સરલતાથી તે વાંચીને જૈનધર્મને સાર સમજી શંક, એવાં ક્યા કયા પુસ્તકો વાંચવાનું સૂચવવું?
ઉત્તર–એમાં તેવા મનુષ્યની રૂચી જેવી જોઈએ. તત્ત્વ જાણવાની રુચિવાળો હેય તે, જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થાધિગમાદિકની બુક સૂચવવી, અધ્યાત્મરસિક હેય તો અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ, વિગેરે બતાવવું; કથાસચિ હોય તે, ઉપદેશપ્રાસાદ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રાદિ બતાવવું; સામાન્ય રુચિવાળાને આત્મજ્ઞાનપ્રવેશિકા, જ્ઞાનસારાદિ બતાવવું.
પ્રશ્ન ૧૩–પાંચમા આરામાં ધર્મારાધન કરનાર મનુષ્ય ક્યા દેવલોક સુધી જાય? અને પાપી મનુષ્ય કઈ નરક સુધી જાય ?
ઉત્તર–આધુનિક સમયના ધમાં ચોથા દેવલોક સુધી જાય, ને પાપી બીજી નરક સુધી જાય.
પ્રશ્ન ૧૪–નારકીના જેને પરમાધામીકૃત વેદના કઈ નરક સુધી હોય?
ઉત્તર–ત્રીજી નરક સુધી હોય, પાઠાંતરે લક્ષ્મણના અધિકારથી ચેથી સુધી પણ હેય છે.
પ્રશ્ન ૧૫–પરમાધામી દેવે નરકના છોને અનેક પ્રકારે વેદના ઉપજાવે છે, તે તેથી તેઓ અશુભ કર્મને બંધ કરીને નરકમાં ઉ૫જતા હશે ? .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com