________________
: ૨૦ : પ્રશ્નોત્તર રસધાર
જાય છે; જેમ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ, એ બે પ્રકારમાં અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ પ્રકારમાં; અને દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારમાં એમ ધર્મને સર્વથા સમાવેશ થઈ જાય છે.
પ્રશ્ન ૨–સર્વ છે સર્વ જીવોનિમાં અનંતીવાર ઉત્પન્ન થયા છે ને મરણ પામ્યા છે. એમ કહેવાય છે; પણ જે છ ની ગોદમાંથી– અવ્યવહારરાશીમાંથી તરતમાં જ નીકળેલ હોય તે બધી જીવનિમાં અનીવાર જન્મ મરણ શી રીતે પામ્યા હોય?
ઉત્તર–સર્વ અવનિમાં અનંતીવારે જન્મ મરણ કર્યાનું કથન જે છોને નીગોદમાંથી નીકળ્યાને અનંતો કાલ થયો હોય તેને માટે સમજવું; તરતના નીકળેલા માટે ન સમજવું.
પ્રશ્ન ૩–અન્ય મતમાં મુખ્યત્વે વેદની માન્યતા છે, તેમ આપણામાં મુખ્ય માન્યતા શેની છે? વેદને આપણું આગમ સાથે કઈ મેળ છે?
ઉત્તર–.આપણામાં મુખ્ય માનતા સૂત્રો-આગમો, અથવા સિદ્ધાતિની છે, વેદ સાથે તેને કંઈ મેળ નથી.
પ્રશ્ન ૪–આજ સુધી સત્રો ને પંચાંગી ઉપરાંત ચારે અનુગમાં અનેક ગ્રંથે, ચરિત્રે વિગેરે રચાયેલા છે, તે બધા સૂત્રમાંથી જ ઉદ્ધારીને જ રચેલા હશે કે તે માટે બીજું સાધન હશે ?
ઉત્તર–આગમો લખાયા ત્યારે બીજા પણ ઘણું ગ્રંથો લખાયા હતા, તેને આધારે, તેમ જ સૂત્રાદિના આધારે, અત્યારના ગ્રંથે, ચરિત્ર વિગેરે રચાયેલ છે; મૂળ આધારભૂત વસ્તુ ઘણુ વિચ્છેદ પામેલી છે, વળી પરંપરાગત મુખપાઠ મળેલ હકીક્ત ઉપરથી પણ ગ્રંથાદિ રચાયેલા છે, તે બધા દ્વાદશાંગીનાં નિઝરણું છે.
પ્રશ્ન પ—ઉપધાન વિગેરે યિા પંન્યાસ થયા સિવાયના સામાન્ય મુનિએ કરાવી શકે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com