________________
પ્રશ્નોત્તર રસધારા :૨૫:
પુસ્તકાર કર્યા છે, તેથી તે સિવાયના બીજા પુસ્તકો ત્યાર અગાઉનાં લખેલાં હોઈ શકે.
પ્રશ્ન ૨૪–અભવ્યને કેમ ઓળખવા? અભવ્ય શત્રુંજયને ન દેખે એમ એક સ્તવનમાં કહેલ છે તે બરાબર છે ?
ઉત્તરઅભવ્યમાં સાચી ધર્મશ્રદ્ધા ન હોય. ઈહ લોક્ના સુખને અર્થ, માન સન્માન મેળવવા માટે ધર્મારાધન કરે, તેને ઓળખવાના અનેક પ્રકાર કહ્યા છે; પણ ખરી રીતે તે વાત જ્ઞાનીગ જ છે. શત્રુંજયને તે તત્ સ્વરૂપે ન દેખે એમ સમજવું.
પ્રશ્ન ર૫–બીજી વાર કાંટામાં ભરાયેલું અર્ધવસ્ત્ર વિપ્ર લઈ ગયા પછી વીર પ્રભુ નિરંતર વિ વિના જ રહ્યા છે કેમ? * ઉત્તર–વીર પ્રભુ એક વર્ષ પછી ચીવર વિનાના જ રહ્યા છે. કઈ પણ તીર્થકર ગૃહસ્થ પાસેથી વસ્ત્ર લેતા નથી; માત્ર ઈ ખભા ઉચર મૂકે તે દેવદૂષ્ય જ ધારણ કરે છે.
પ્રશ્ન ર૬-છેલ્લા યુગપ્રધાન કાણું થઈ ગયા? અને હવે પછી ક્યારે અને કેણુ થશે ?
ઉત્તર–આ બાબતમાં નામ સાથે ઉલ્લેખ સ્પષ્ટ મળી શકતો નથી, અને જે મળે છે, તે મળતો આવતો નથી.
પ્રશ્ન ર–દેવતાઓ અને અવધિજ્ઞાની મુનિઓ, અવધિજ્ઞાનથી પિતાને અને અન્ય ને આવતે જન્મ જાણી કે દેખી શક્તા હશે? તેમ જ અવધિનાની અન્ય જીવોના મનની વાત જાણી શકતા હશે ?
ઉત્તર–જેમનું અવધિજ્ઞાન નિર્મળ હોય તેવા દેવતાઓ અને મુનિઓ પોતાને આવતે જન્મ ભણી શકે; અને પ્રસંગને લગતે બીજાને પણ જાણી શકે, તેમ જ અવધિજ્ઞાની અન્ય છવાના મનની વાત જાણી શકે, યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા તેમના પ્રમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com