________________
પ્રશ્નોત્તર રસધારા : ૨૩:
ઉતર–દેવ મરીને અનંતર નરકમાં ન જાય, તેથી ત્યાંથી આવીને તિર્લચ કે મનુષ્ય દિને નરકમાં જાય, તેઓ બહેળે ભાગે અંડગોળીઆ જળચર મનુષકૃતિના થાય છે, છ મહિના વજની ઘંટીમાં દળાયા પછી મરણ પામીને નારકી થાય છે.
પ્રશ્ન ૧૬-નાકીના બધા જીવોને અવધિજ્ઞાન હોય છે?
ઉત્તર–જે મિઠાવી હોય તેને વિભંગ જ્ઞાન હોય છે, સમક્તિીને અવધિજ્ઞાન હોય છે; સર્વ જીવોને બેમાંથી એક જ્ઞાન હોય છે, અને તે સાત નરકના જીવને હેય છે; તેમ જ ભવસ્વભાવે ઉપજવાની સાથે જ થાય છે. પહેલી નરકમાં ઉત્કૃષ્ટ ચાર ગાઉ સુધીનું ને જઘન્ય સાડાત્રણ ગાઉ સુધીનું હેય છે, બીજી નરકમાં તેથી અર્ધા અર્થે ગાઉ ઘટાડતાં સાતમી નરક એક ગાઉ ઉત્કૃષ્ટ અને અડધો ગાઉ જધન્ય હોય છે. નારકી થવા પોતાના પૂર્વભવને પરમાધામીના કહ્યાથી ઉહાપોહ કરતાં જતિસ્મરણ થાય છે, તેથી જાણે છે. • પ્રશ્ન ૧૭–અવધિજ્ઞાની ને મન પવિજ્ઞાની પિતાના અને પારકા કેટલા ભવનું સ્વરૂપ જાણે?
તર–તે બંને શાનવાળા સંખ્યાતા, અસંખ્યાતા ભવ જાણે, એમ શ્રી આચારાંગનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે.
પ્રશ્ન ૧૮-જાતિસ્મરણશાની પિતાના કેટલા ભવ દેખે! ઉત્તર-સંખ્યાતા ભવ દેખે એમ ઉપર જણાવેલ સ્થાને કહ્યું છે. પ્રશ્ન –જાતિસ્મરણને સમાવેશ ક્યા જ્ઞાનમાં થાય છે?
ઉત્તર–મતિજ્ઞાનમાં એને સમાવેશ થાય છે, મતિવનના અવગ્રહ, ઈકા, અપાય, ધારણા એ ચાર મુખ્ય ભેદમાં, ધારણ ત્રણ પ્રકારની છે, તે પૈકી સ્મૃતિ ધારણામાં એને સમાવેશ થાય છે.
પ્રશ્ન ૨૦–આ પાંચમા આરામાં કોઈ જીવને અવધિવાન અને જાતિસ્મરણ જ્ઞાન થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com