________________
* ૮: પ્રશ્નોત્તર રસધાર
ઉત્તર–જેના મનમાં એવી શંકા થાય કે, મારે આત્મા ભવિ હશે કે અભવિ ? તેને નિશ્ચય ભવિ માનવો.
પ્રશ્ન ૩૩–કોઈની પાછળ સાધારણ ખાતે યા શુભ ખાતે, કોઈ રકમ વાપરવા કહેલી હોય, તે ધર્મ સંબંધી સર્વ કાર્યોમાં વાપરી શકાય?
ઉત્તર–આજકાલની રૂઢી મુજબ હરક્ત જણાતી નથી, કારણ કે ઘણું જીવ ભોળપણથી શુભ ખાતું ચા સાધારણું ખાતું દરેક ધર્મ કાર્યોના માટે સમજી બોલી દે છે, માટે ધર્મ સંબંધી જરૂરી કામમાં વાપરવામાં વાંધો જણાતું નથી.
પ્રશ્ન ૩૪–શારદાપૂજન અને જ્ઞાનપૂજનની રકમ પુસ્તકે મંગાવવામાં વાપરી શકાય ?
ઉત્તર–શારદાપૂજન અને જ્ઞાન પૂજનના પૈસા, પુસ્તકે મંગાવવામાં વાપરી શકાય છે.
પ્રશ્ન ૩૫–પુરિમઠ્ઠનું પચ્ચખાણ ક્યારે થયું સમજવું? ઉત્તર–બર પછી એટલે દિવસના અડધા ભાગ પછી જાણવું.
પ્રશ્ન ૩૬–ગૃહસ્થ માણસથી ઊકાળેલું પાણી કાળ ઉપરાંત રહી જાય તો દોષ છે ?
ઉત્તર--ગૃહસ્થને તેને દેષ જણાતું નથી, એટલે જેવું કાચું પાણી ગૃહસ્થના ઘરમાં બીજા વાસણમાં ભરેલું હોય છે, તેવું જ ઊકાળેલું પાણુ કાળ પૂર્ણ થયા બાદ જાણવું; પરંતુ કાળ પૂરો થયા પહેલાં તેમાં જે કળીચૂનો નાખ્યા પછી ઉપયોગમાં લે તે લાભદાયક છે. હા, જેણે હમેશાં ઉકાળેલું જ પાણી વાપરવું એવો નિયમ લીધે હેય અને તેનાથી ઉપયોગ ન રહે અને ઉકાળેલું પાણી કાળ ઉપરાંત રહી જાય તે પ્રમાદને દોષ લાગે, અને તે બાબતને દંડ ગુમહારાજના યોગે લઈ લેવો એગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com