________________
પ્રશ્નોત્તર રસધારા : ૧૧:
તે સ્થાને બીજે જે દેવ ઊપજે તેનું નામ પૂર્વેના દેવનું જે નામ હૈયા તે જ કાયમ રહેતું હશે કે બીજું ? વળી તેમને વ્રત પચ્ચકખાણનો ઉદય હશે ?
ઉતર-જન્મ મરણ તો દરેકે દરેક સંસારી જીવને હોય પણ તે સર્વની એક સરખી રીતિ ન હોય, જે જે જાતિના છની જન્મ મરણની રીતિ. જ્ઞાની મહારાજે શાનમાં જેવી જોઈ તેવી વર્ણન કરી દીધી. આપણને તેને અનુભવ થવા સંભવે નહિ, કારણ કે આપણું શરીરની સ્થિતિ ઓરિક જુદા પ્રકારની અને દેવતાના શરીરની વૈક્રિય સ્થિતિ જુદા પ્રકારની, માટે જ્ઞાની મહારાજ ફરમાવે તે સત્ય માનવું યોગ્ય છે. દેવતા શવ્યામાં ઉત્પન્ન થાય છે; મરે છે ત્યારે તેમના શરીરના પરમાણુઓ કર્પરની માફક ઊડી જાય છે. માતા, પિતા, પુત્રાદિ દેવતાઓને કંઈપણ હેતું નથી, લગ્નાદિ વ્યવહાર પણ ત્યાં નથી; ત્યાંની અનાદિ રીતિ જે છે તે જ કાયમ રહે છે. જે દેવતાની દેવી કાળ કરી જાય અને તેના સ્થાનમાં જે બીજી દેવી પેદા થાય, તે તે જ દેવતાની દેવી કહેવાય. વળી દેવતા કાળ કરી જાય તેના સ્થાને જે નવ દેવતા ઉત્પન્ન થાય તે જ પહેલાંની રહેલી દેવીનો (સ્વામી) દેવતા ગણાય. એ અનાદિ સ્થિતિ છે. દેવતા મનુષ્યની પિડે કવલાહાર કરતા નથી, એટલે તેને નિહાની પણ જરૂર નથી. અમુક સમય પછી ખાવાની ઇચ્છા થાય ત્યારે દેવશકિતથી શુભ પુગલો આહાર પણે પરિણુમાવી લે. દેવતાઓનાં કાંઈ ખાસ નામ હતાં નથી. વિમાનને લઈ જેનું નામ એાળખાણમાં લેવાય તે તે તે જ નામથી ઓળખાય, જેમકે સૂર્યાભ વિમાનને દેવતા સૂર્યા નામે ઓળખાય છે, બાકી બીજાઓને માટે નિયમ નહિ. ચોથા અવિરતિ સદષ્ટિ ગુણસ્થાન સિવાય ઉપરનું પાંચમું ગુણસ્થાન ત્યાં હેતું જ નથી; એટલે વ્રત પચ્ચક્ખાણુને ત્યાં જય નથી.
પ્રશ્ન –જે જે સાધતા જિનાલ અને પ્રતિમાઓ છે, તે હંમેશા એક જ સ્થિતિમાં શી રીતે રહી શક્તાં હશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com