________________
: ૧૨ : પ્રશ્નોત્તર રસધારા
ઉત્તર–જેવી રીતે મેસ આદિ શાશ્વતા પદાર્થો રહે છે, તેવી રીતે એ પણ સમજી લેવું.
પ્રશ્ન ૪૫–ગાય ભેંસ આદિ ઘરમાં પ્રસરે તો કેટલા દિવસનું સૂતક આવે ?
ઉત્તર–જેર પડે ત્યાં સુધી એટલે લગભગ એક દિવસનું.
પ્રશ્ન ૪૬–ગાય, ભેંસ અને બકરીનું દૂધ પ્રસવ્યા પછી કેટલા દિવસે ખપે ?
ઉત્તર–-ગાયનું દશ, ભેંસનું પંદર અને બકરીનું આઠ દિવસ પછી ખપે.
પ્રશ્ન ૪૭–ઘરમાં ગાય, ભેંસાદિનું મૃત્યુ થાય તો કેટલા દિવસનું સૂતક લાગે ?
ઉત્તર–એક દિવસનું એટલે તે જ દિવસનું.
પ્રશ્ન ૪૮–નવકારશી આદિનું પચ્ચખાણુ ઘરની બહાર અગાસીમાં પારવામાં દોષ છે ?
ઉત્તર–દેષ જણાતો નથી.
પ્રશ્ન ૪૯–શ્રીમંતનું, બારમાનું, વાસ્તુનું અને ચોથીઆનું જમવામાં દોષ છે ?
ઉત્તર–વિવેકીઓએ ન જમવું ગ્ય જણાય છે.
પ્રશ્ન ૫૦–શ્રાવકેથી ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર આદિનાં ભાષાંતરે વાંચી શકાય કે નહિ?
ઉત્તર–વાંચવાની પ્રથા જોવામાં આવે છે.
પ્રશ્ન પ૧–સમક્તિધારી છોથી પિતાના કુળમાં પડી ગયેલા રિવાજથી કુળદેવતા સંબંધીમાં વર્તવું થાય તે દોષ લાગે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com