Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ S પ્રબુદ્ધ જીવન વસંત બાપટ કૃત મેઘહૃદય ] ડૉ. ધર્મેન્દ્ર માસ્તર (મધુરમ્) મરાઠી સાહિત્યના ત્રણ અગ્રગણ્ય ક્રાંતિકારી કવિ જે ગણાય છે તેમાં મંગેશ પાડગાંવકર અને વિંદા કરંદીકરની સાથે કવિ વસંત બાપટનું નામ પણ ગૌરવની સાથે ગણાય છે. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં રાષ્ટ્રસેવા દળમાં રાષ્ટ્રીય સેવાનાં કાવ્યગીત લખ્યાં અને ગાયાં હતાં. એ પછી રાષ્ટ્રીય જોશનું સ્થાન ઊર્મિના પ્રાધાન્યે લીધું. ત્યારથી તેઓ અધાપિ પર્યંત કાવ્યસર્જનમાં અવિરત મંડ્યા રહ્યા છે. બહુ વર્ષો પહેલાં મંગેશ પાડગાંવકર અને વિન્દા કરંદીકરની સાથે શ્રી વસંત બાપટ પણ કાવ્ય પઠન અને કાવ્યગાનના કાર્યક્રમ સ્થળે સ્થળે કરતા હતા અને તે લોકપ્રિય બનતા હતા. સામાજિક સંપ્રજ્ઞતા અને જાગૃતિ આણવા માટે એવા કાર્યક્રમોનું આયોજન થતું હતું અને સમગ્ર મહારાષ્ટ્રમાં એ કવિ ત્રિપુટીના કાવ્યપઠન-ગાનના કાર્યક્રમો સફળ તથા લોકપ્રિય બનતા હતા. એ રીતે સાહિત્ય-પ્રસાર પણ થઇ જતો. - આજે એમની ૭૩ વર્ષની વયે પણ પૂનામાં રહી વસંત બાપટ સંગીન સેવા-કાર્ય કર્યા કરે છે અને સાને ગુરુજી સ્થાપિત ‘સાધના' સામયિક નું સંપાદન-સંચાલન કાર્ય સુપેરે સંભાળે છે. બે વર્ષ પહેલાં જ એમનાં ત્રણ પુસ્તકોનું પ્રકાશન થયે એમની સંસ્કૃત સમૃદ્ધ ભાષા શબ્દાવલીનો ખ્યાલ આવ્યો તથા એક બાજુ એમની અનુભૂતિમય લાવણી અને બીજી બાજુ કાવ્યભાષા ધ્વનિના સામંજસ્યના એમના સાહિત્યમાં રહેલા સ્થાનનો અણસાર આવ્યો. ભાષાની વિવિધ શક્તિથી નિષ્પન્ન થતા ગહન પ્રભાવનો એમના સાહિત્યમાં પરિચય થાય છે. કાવ્યમાં અરબી, ઉર્દુ, ફારસી અને સંસ્કૃત જેવી વિવિધ ભાષાના શબ્દોનો વિનિયોગ યથેચ્છ ઢબે એ કરે છે. આથી ભાષાશબ્દોનો અતિશયતાથી અનાવશ્યક રીતે ઉપયોગ કરવાનો આરોપ એમના પર ઘણા મૂકે છે. પણ એ બરાબર નથી. એમનાં કાવ્યોમાં ધ્વનિ-યોજના મુજબ છંદ-શબ્દોનો વિનિયોગ થયેલો છે. કાવ્યપઠન અને કાવ્યગાનનું અગાઉનું કામ કરવાને બદલે હવે તેઓ સાને ગુરુજીના આદર્શ- સિદ્ધાંતોનો પ્રસાર કરવાનું માનાર્હ સેવાકાર્ય ‘સાધના’ સામયિકના સંપાદન દ્વારા કરે છે. તા. ૧૬-૩-૯૭ અને ભવિષ્યમાં ય અનેક થશે, તો પણ હૃદય-મનને તૃપ્ત કરી આનંદ આપનાર કાવ્ય તો કેવળ ‘મેઘદૂત’ જ ગણાશે અને રહેશે પણ.’ મેઘદૂત'માં ૧૨૫ શ્લોક છે, પણ શ્રી વસંત બાપટકૃત મરાઠી 'મેહ્રદય' કાવ્યમાં માત્ર ૫૫ શ્લોક જ છે. ‘મેઘદૂત’ મંદાક્રાંતા છંદમાં લખાયું છે, પણ ‘મેઘહૃદય' ગદ્યલયાત્મક શૈલીમાં લખાયું છે. ‘મેઘદૂત’માં જે કથાભાગ છે તેનો કેવળ સ્વલ્પાંશ જ ‘મેઘહૃદય’માં માત્ર આધાર પૂરતો લેવાયો છે. કવિ બાપટે સમજી વિચારીને જ પોતાના કાવ્યનું નામ ‘મેઘદૂત’ ન રાખતાં ‘મેઘહૃદય’ રાખ્યું છે. ‘મેઘદૂત’નો આસ્વાદ-આનંદ લીધા પછી જે મુદ્રા કવિના ચિત્તમાં અંકિત થઇ એ મુજબ જ કવિએ ‘મેઘહૃદય’ કાવ્ય લખ્યું છે. મૂળ રચના ‘મેઘદૂત'ના વાતાવરણના રસાયણનું જ, મૂળ રચનાનો આધાર મહદઅંશે લીધા વગર, નૂતનરૂપ ‘મેઘહૃદય'માં અવિષ્કાર પામ્યું છે. એમાં મૂળ શ્લોકને બદલે શ્લોક લખવાને બદલે કદી મૂળ રચનાના ત્રણ ચાર શ્લોકનો ભાવ, ચિત્ર, કે વર્ણન એક જ શ્લોકમાં મરાઠી રચનામાં સમાવ્યાં છે. એવું જ કહી શકાય કે એક પ્રતિભાસંપન્ન આધુનિક કવિની કલમથી નીપજેલો ‘મેઘદૂત’નો લયાત્મક ગદ્યાવતાર જ ‘મેઘહૃદય' છે. છતાં, એમાં ગદ્યની નીરસતા નથી, બલ્કે એ તો ગદ્યકાવ્ય છે. ગદ્ય અને કાવ્યની વચ્ચેના સ્વરૂપની શૈલીમાં આ રચના થઇ છે અને એ પણ કાલિદાસના ‘મેઘદૂત' કાવ્યને આત્મસાત કરનાર એક ઉચ્ચ સર્જકની કલમે લખાયેલી છે. ‘મેઘદૂત' લોહીમાં ઊતરી ને સંમિશ્રિત થયા પછી જ નૂતન મરાઠી સ્વરૂપમાં રસાયણ પામીને જે રચના આવિષ્કાર પામી તે ‘મેઘહૃદય.’ આરંભમાં કહેવાયું છે કે યક્ષને સામાન્ય અપરાધને કારણે એના માલિકે એને એક વર્ષ માટે હદ-નિકાલ કરી જવાની સજા આપી ને એ દૂર દક્ષિણમાં રામગિરિની ગુફામાં રહેવા લાગ્યો છે. એકવાર, ઘણો સમય વીત્યો, પ્રચંડ હાથી શો મેઘ, આષાઢના પહેલા દિવસે, એણે જોયો અને એને પોતાની અલકાનગરીમાં રહેતી પ્રિયતમાને, પુનર્મિલનની આશાનો સંદેશો પહોંચાડવા કહ્યું. એ જવાબદારી સ્વીકારી, પવનના વાહન પર આરૂઢ થઇ એ મેઘ ઉત્તરમાં સંદેશ પહોંચાડવા અલકાનગરીની દિશામાં નીકળી પડ્યો. આમ્રકૂટ પર્વત, વેતસ-વન, નર્મદા નદી, વિંધ્યરાજગિરિ, દશાર્ણદેશ, રાજધાની વિદિશા, વેત્રવતી નદી, ગિરિ ગુફાઓ, ઉજ્જયિની નગર, અવંતી દેશ, ક્ષિપ્રા નદી, ગંઘવતી નદી, દેવગિરિ પહાડ અને એની ગુફા, ચંબલ નદી, દશપુર, સરસ્વતી સરિતા, કનખલ, વન-ઉપવન, કૈલાસ શિખર, માનસ-સરોવર આદિ સ્થળોને વટાવી મેઘે અલકાનગરીના એ પ્રાસાદ સુધી પહોંચવું – જ્યાં વિરહી પ્રિયતમા રહે છે અને ધૈર્ય ધરવાનો યક્ષે પાઠવેલો પુનર્મિલનની આશાનો સંદેશો પહોંચાડવાનો, આ સઘળું અહીં કવિએ યક્ષમુખે સરસ રીતે કહેવડાવ્યું છે. એમના સમગ્ર સાહિત્ય સર્જન પૈકી મહાકવિ કાલિદાસ કૃત ‘મેઘદૂત’ના ઢબનું ‘મેઘહૃદય' કાવ્ય એક આગવી ને અનન્ય રચના છે. આમ છતાં, એમાં કવિએ કાલિદાસકૃત ‘મેઘદૂત’નો સમગ્રતયા સંપૂર્ણ આધાર નથી લીધો. કવિ કહે છે‘સંવેદનશીલ મનને સદા મુગ્ધ કરવાની શક્તિ ‘કાલિદાસ’ના ‘મેઘદૂત’ કાવ્યમાં છે. માત્ર ૧૨૫ કડીનું આ સુંદર સુદીર્ઘ કાવ્ય મહાકાવ્યથી પણ વધુ હૃદયંગમ છે. મેષેઽસ્માક્ષેત્ર, તું વયઃ” જેવી સહર્ષ સ્વીકૃતિ-કબૂલાત આપનાર ઘણાં રસિકજનો મળશે. ‘મેઘદૂત’ જાણે એક પ્રણયજનોની અસ્થાપિત ‘ક્લબ' જેવું છે. અલૌકિક કલ્પનાશક્તિ, ભાવના, અજોડ સ્પંદન અને ચિત્રાત્મક શૈલીનો ત્રિવેણી સંગમ ‘મેઘદૂત'માં મળે છે. આ મેઘહૃદય' એનો અનુવાદ નથી, સારાંશ નથી, સ્વૈરરૂપાંતર નથી અને પુનર્નિંર્માણ પણ નથી. એ એનું કશુંય નથી. ‘તુકા કહે હુઆ, હુઆ યકાયક’-એવું સહી. મૂળ ‘મેઘદૂત'થી હૃદય-હૃદય મળ્યાનો જે અનિર્વણનીય આનંદ પ્રાપ્ત થાય છે, એની કલ્પના કરવી અશક્ય છે,–એનો સહૃદય ભાવકોને કંઇક ખ્યાલ સપ્રમાણ આવી શકે એવી આશા-આકાંક્ષાથી કરવામાં આવેલો આ કાવ્યપ્રયત્ન બધાને રુચિકર થશે, એવી આશા છે. ‘મેઘદૂત' એક શ્લોક-કડીમાં કવિએ કહ્યું છે-જેમ એક એક ઘૂંટડાથી વિલાસી માણસ મદીરાનો આનંદ માણે છે, એ જ પ્રકારે રસિકજને મનથી-ચિત્તશક્તિથી કાલિદાસની ચિત્કલા શું ‘મેઘદૂત' આનંદથી વાંચવું જોઇએ. સમગ્ર વિશ્વમાં મેઘ વિશે કાવ્ય તો અસંખ્ય હાલમાં હશે જ માત્ર આટલું જ કથાવસ્તુ કવિએ કવિત્વમય શૈલીમાં સુંદર આલંકારિક વર્ણનોમાં નિરૂપ્યું છે અને તે છે કાવ્યનો ઉત્તમાંશ, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક આદિ અનેક અલંકારોથી અન્વિત કવિએ જે ભિન્ન વિભિન્ન સ્થળ અને વ્યક્તિઓનાં વર્ણન કર્યા છે તે સુંદર અને જીવંત જ નહિ, પણ મનોહર પણ છે. કવિ મેઘને મદમસ્ત હાથીનું ઉત્પ્રેક્ષિત રૂપ આપીને એને પવનરૂપી અશ્વ પર બેસાડીને અલકાનગરી તરફ મોકલે છે. અને એ પણ સુખરૂપી વરસાદ વરસાવતો-વરસાવતો. આમ્રકૂટ પર્વતના શિખર પર ચડેલો સ્નિગ્ધ શ્યામલ મેઘ જાણે ભૂદેવીના વર્તુલાકાર ગૌર સ્તન પર જાંબુ સમો સુંદર દેખાતો કવિએ વર્ણવ્યો છે. આગળ વધતાં વધતાં નદી, પહાડ, ફૂલ, તરુ, પંખી, જળાશય, ગ્રામકન્યા, અભાગી પ્રવાસીજનોની વિરહાકુલ નારી-આદિનું

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148