________________
८
પ્રબુદ્ધ જીવન
(૪૨) શાનની મૌલિકતા એ છે કે તેના પ્રકાશમાં સર્વ ક્ષેત્રના સર્વ પદાર્થો જણાય છે. જ્ઞાને પોતે પદાર્થોને જાણવા જવાની જરૂર નથી. જોવા જાણવા જવામાં રાગ રહેલ છે. પર પદાર્થને જોવા જાણવા જવું એ જ્ઞાનમાં રહેલી મલિનતા, અશુદ્ધતા, મોહ, રાગ, અજ્ઞાનને સૂચવનાર છે.
(૪૩) મોહનીયકર્મનો ક્ષયોપશમ કરવો એ સાધના છે. અને મોહનીયકર્મનો ક્ષય કરવો તે સિદ્ધિ છે. મોહને અજ્ઞાન કહેવું. મોહ એ અજ્ઞાનનું મૂળ છે જે અજ્ઞાનનું ફળ દુઃખ છે. જ્ઞાન અને આનંદ જીવનું સ્વરૂપ છે. પરંતુ તે અજ્ઞાન (જ્ઞાનાવરણીયકર્મ) અને મોહથી આવરાયેલ છે. જેથી સ્વરૂપનો અનુભવ થતો નથી અને જીવ દુ:ખી થાય છે.
મોહનીયનો સર્વથા ક્ષય એટલે વાદળોનાં આવરણ હઠી જઇ ઝળહળતા સૂર્યપ્રકાશ જેવો કેવળજ્ઞાન-પ્રકાશ થવો.
આત્માનો ઉદય એટલે મોહનીયનો અસ્ત !
અને
મોહનીયનો ઉદય અને એટલે આત્માનો અસ્ત ! (૪૬) વર્તમાનમાં આપણો જે જ્ઞાનરૂપ ઉપયોગ છે તે બીજા સમયે બીજી ક્ષણે વિનાશ પામીને સ્મરણ રૂપ બને છે અને શેયરૂપ થાય છે. આ આપણી અપૂર્ણ અવસ્થા છે. અને તે જ કષ્ટદાયીદુઃખરૂપ છે. આપણો જ દીકરો, આપણો શત્રુ બને તો તે આપણને કેટલું કષ્ટમય, ત્રાસમય, દુઃખદાયી નીવડે ? તેમ આપણા આત્માનો નિત્ય એવો અવિનાશી ઉપયોગ વિનાશી બને તે કષ્ટદાયી, ત્રાસદાયી, દુઃખદાયી નીવડે છે. (૪૭) જ્ઞાન અને આનંદ જે આત્માના પોતાના આત્મપ્રદેશોમાં રહેલ છે તેને ત્યાંથી સીધાં જ ભોગવવાનાં છે. જ્યારે આપણે સંસારી જીવો સુખ, પર પદાર્થમાંથી ભોગવવા તલસીએ છીએ. અને તેથી જ પર પદાર્થને સ્વ આત્મવત્ માનીને મમત્વ કરીએ છીએ.
તા. ૧૬-૮-૯૭
પરિણામે આપણું જ્ઞાન અજ્ઞાનરૂપ બને છે. અને આપણો આત્માનો આનંદ પર પદાર્થ સાપેક્ષ સુખ દુઃખરૂપ બને છે. આ આપણી ભ્રામકદશા-મોહદશા છે કે જે આપણી ભૂલ છે. અને તેના ફળ સ્વરૂપે આપણે દુઃખ ભોગવીએ છીએ.
(૪૮) મોહ શું છે ? જ્ઞાનની વિકૃતિ એ અજ્ઞાન છે. અજ્ઞાનભાવ છે તે જ મોહ છે.
મોહ ક્યાં છે ? જે આત્મપ્રદેશોએ જ્ઞાન રહેલ છે તે જ આત્મપ્રદેશોએ મોહ રહેલ છે.
(૪૪) ડાહ્યો કોણ ? ડાહ્યો તે છે જે પોતાના ગાંડપણને જાણે છે, અને નહિ કે બીજાના ગાંડપણને. પોતાને મૂકીને બીજાના ગાંડપણને જાણનારાને ‘ડાહ્યો કેમ કહેવો ?' પોતાના અજ્ઞાનને જે બરોબર સમજે અને જાણે તે જ્ઞાની, જેમકે...દર્દ-રોગને બરોબર ઓળખે
અને દર્દનું ચોક્કસ નિદાન કરે-રોગ પારખે તે વૈદ્ય-ડૉક્ટર. જે (૪૯) મોહ કરે જ્ઞાન. મોહ કરાવે જ્ઞાનમાં રહેલું વિકારીપણું. મોહ થાય
અને બને પર પદાર્થમાં, મોહ રહે જ્ઞાનમાં કે જે જ્ઞાન આત્મપ્રદેશોમાં રહેલ છે.
દર્દને ન ઓળખે તે દર્દની દવા શી કરવાનો ? મહત્ત્વ દર્દને પારખવાનું છે. રોગ પરખાય તો દવા હાજર જ છે. અજ્ઞાનને જાણવાનું છે અને જ્ઞાનને વેદવાનું છે. શાન તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જ્ઞાન જ સુખરૂપ છે. સુખને જાણવાની જરૂર નથી. સુખને તો વેદનાનું જ હોય ! સુખને સુખ તરીકે વેદીએ તો જ સુખ તરીકે જાણ્યું કહેવાય. અને ત્યારે જ સુખ તરીકે અન્યને ઓળખાવી શકીશું.
અજ્ઞાન અને મોહને જાડો તે જ્ઞાની.
અજ્ઞાન અને મોહને કાઢે તે સાધક.
અજ્ઞાન અને મોહનો નાશ કરેલ છે તે વેદક.
સમ્યજ્ઞાની અજ્ઞાન અને મોહને જાણે છે. દેશવિરતિસર્વવિરતિધર અજ્ઞાન અને મોહને હણે છે. જ્યારે પૂર્ણજ્ઞાનીકેવળજ્ઞાની આનંદને વેદે છે.
(૪૫) મોહનીયનો ઉદય એટલે રાત્રિની સ્થિતિ : જીવનો- આત્માનો
અસ્ત.
મોહનીયનો ક્ષયોપશમ એટલે સૂર્ય ૫૨ છવાયેલાં વાદળો. જ્ઞાનપ્રકાશ અહીં દેશથી પ્રાપ્ત થાય છે.
જ્ઞાનમાં વિકાર તે જ મોહ. જ્ઞાનની અવિકારિતા તે જ વીતરાગતા. જ્યાં પ્રકૃતિ હોય ત્યાં વિકૃતિ ન થાય. મોહની બનાવટ-મોહનું પાત્ર ક્યાં છે ? શું છે ?
૫૨ એવાં સજાતીય કે વિજાતીય પદાર્થોમાં મમત્વભાવે સ્વબુદ્ધિ એટલે નિત્યતા (અવિનાશિતા)ની બુદ્ધિ થવી એટલે કે મોહ થવો-મોહ કરવો-મોહ બનવો,
(૫૨)
પાગલ કોણ છે ? પર પદાર્થમાં જેણે સ્વ બુદ્ધિ કરેલ છે તે પાગલ છે. વ્યવહારમાં પણ પારકી જણસને પોતાની લેખનારો ગાંડો જ ગણાય છે. આવી ૫૨માં આપણી જે સ્વપણાની બુદ્ધિ એ જ આપણું જીવનું પાગલપણું છે, ગાંડપણ છે, મૂઢતા છે, અજ્ઞાન છે. કેવળજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે અજ્ઞાની અને પાગલ છીએ. ભલે ને પછી કદાચ આપણે ગણધર ભગવંત કેમ ન હોઇએ ! મહાવીર પ્રભુ
‘ગોયમ મા પમાયયે !' એમ અમસ્તા નહોતાં કહેતાં, ક્ષાયિક સમકિત આવે અને ક્ષપકશ્રેણિ મંડાય ત્યારે જ્ઞાની અને આ દષ્ટિ જીવે સ્વયં પોતા માટે, પોતા ઉપર, પોતાનો વિકાસ થાય અને જાગૃતિ રહે તેટલા માટે કરવાની છે. પોતાના સિવાયના અન્ય મુમુક્ષુ સાધકો સહ સર્વ જીવ માત્રને સત્તાએ સિદ્ધ સ્વરૂપે જોવાં તે બ્રહ્મદષ્ટિ છે.
(૫૦) જીવના બધાંય દોષોના મૂળમાં જો કોઇ હોય તો તે મોહ છે. મોહ છે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. જેટલા અંશે મોહનો નાશ તેટલા અંશે અધ્યાત્મક્ષેત્રે જીવને જ્ઞાની કહ્યો છે.
વ્યવહારમાં શેયનો જે જ્ઞાની છે તેને શેયજ્ઞાની-પંડિત કહેલ છે. પરંતુ મોહને જે જાણે છે અને મોહને કાઢવાને જે પ્રયત્ન કરે છે તે ‘આત્મજ્ઞાની’ છે.
પર એવા જ્ઞેયને જાણનારો જ્ઞેય જ્ઞાની પંડિત મુક્ત નથી બનતો. પરંતુ આત્મજ્ઞાની મુક્ત બને છે.
(૫૧) મોહનીયકર્મની મૂઢતા શું છે ? ૫૨ દ્રવ્ય છે તેમાં આપણે સ્વરૂપભાવ કર્યો તે તેમાંથી કેમ મળશે ? નહિ જ મળે. કોઇ કાળે નહિ મળે. અને છતાંય એમાંથી સ્વરૂપભાવ મળશે એવી ઠગારી આશા રાખી તે પર દ્રવ્યથી છૂટવું નહિ તે આપણી મૂઢતા છે. ૫૨ વસ્તુનું સાચું સ્વરૂપ શું છે તેનું ય ભાન નહિ અને સ્વનું અર્થાત્ પોતાનું-આત્માનું સાચું સ્વરૂપ શું છે એનું પણ ભાન નહિ એવી જે જીવની દશા છે તે જ જીવની મૂઢતા છે, અજ્ઞાન છે, મોહનીયકર્મ છે.
૫૨ પદાર્થમાં સચ્ચિદાનંદ અર્થાત્ સત્યમ્-શિવમ્-સુન્દરમ્ની બુદ્ધિ કરવી તેનું નામ મોહ, અને એ વખતે સ્વ સ્વરૂપ પ્રત્યેનું જે અભાન વર્તે છે તેનું નામ અજ્ઞાન, આમ અજ્ઞાન અને મોહ