________________
તા. ૧૬-૧૧-૯૭
બાજુ દુનિયામાં બધે મળીને આશરે વીસ લાખ જેટલી નવી સુરંગો બિછાવવામાં આવી હતી.
પ્રબુદ્ધજીવન
સુરંગો ગોઠવવાથી દરેક વખતે દુશ્મનના સૈનિકો જ મરે છે એવું નથી. યુદ્ધના દિવસોમાં કેટલીયે વાર પોતાની સુરંગોના પોતે જ ભોગ બન્યા હોય એવા દાખલા પણ બને છે. સુરંગ ગોઠવનારે થોડોક રસ્તો પોતાને માટે સાફ રાખવો જ પડે છે કે જેથી પોતાની અવરજવર માટે, અણીને પ્રસંગે ભાગવા માટે કામ લાગે, પરંતુ સુરંગો ગોઠવ્યા પછી જો એનો નકશો બરાબર પોતાની પાસે ન રાખ્યો હોય, એમાં ભૂલચૂક થઇ હોય તો ગરબડ થઇ જાય છે. કેટલીક વાર તો યુદ્ધમાં આગળ વધ્યા પછી જ્યારે અચાનક પીછેહઠ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના જ સુરંગવાળા વિસ્તારમાંથી ભાગવા જતાં સૈનિકોએ જાન ગુમાવ્યા હોય
એવા બનાવો બને છે.
દુનિયાનો કોઇ દેશ એવો નહિ હોય કે જેની પાસે સુરંગ નહિ હોય. જ્યાં જ્યાં લશ્કર છે ત્યાં ત્યાં એના કોઠારમાં એને સુરંગો રાખવી જ પડે. વળી ભેખડો તોડવી, બગદા બનાવવા, તૂટેલી ઇમારતનો કાટમાળ ખસેડવા સુરંગોનો વ્યાવસાયિક ઉપયોગ પણ થતો હોવાથી દરેક દેશ પાસે સુરંગો છે. પરંતુ જેટલા સુરંગ વાપરનારા દેશો છે તેટલા તેનું ઉત્પાદન કરનારા નથી. ગામઠી સુરંગો તો ગમે ત્યાં બનાવી શકાય, પરંતુ કારગત નીવડે એવી શક્તિશાળી સુરંગોનું મોટું ઉત્પાદન કરનારા દેશો ઘણા ઓછા છે . એમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, ચીન, ઇઝરાયેલ જેવા પ્રગતિશીલ દેશો બહુ જ મોટા પાયા પર ઉત્પાદન કરી આખી દુનિયાને તે વેચે છે. મોટા દેશો જેવા કે અમેરિકા, ચીન અને રશિયાના લશ્કરી ભંડારોમાં કરોડો સુરંગો છે. એટલી સુરંગો રાખવી તેમને માટે અનિવાર્ય છે.
વર્તમાન વૈજ્ઞાનિક પ્રગતિને કારણે સુરંગોને સાધન વડે શોધવાનું અશક્ય નથી. રડાર, માઇક્રોવેવ, લેસર વગેરે દ્વારા સુરંગો ક્યાં છે તે શોધી શકાય છે. પરંતુ જમીનમાં એક એક ફૂટે તપાસ કરવાનું કામ ખર્ચાળ, શ્રમ ભરેલું અને સમય ખાઇ જનારું છે. વળી એ કામ શાંતિના વખતમાં જ થઇ શકે, યુદ્ધ ચાલતું હોય ત્યારે નહિ, પરંતુ સુરંગ શોધ્યા પછી એને કાઢવાનું કામ ઘણું જોખમભરેલું છે. સુરંગને જમીનમાં નિરર્થક બનાવી નાખે એવાં સાધનો પણ અમલમાં નહિ આવે એમ નથી, પણ સુરંગ નિરર્થક થઇ ગઇ છે કે હજુ જીવંત રહી ગઇ છે એવી શંકા તો થવાની જ. અને માણસોને માથે ભય તોળાતો રહેવાનો.
જ
કે
બે
કેટલાક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓએ એવું સૂચન કર્યું છે કારખાનાંવાળાઓએ એવી સુરંગો બનાવવી જોઇએ કે જે મહિના કે મહિના પછી એની મેળે જ નાકામિયાબ બની જાય. સુરંગ ફોડવા માટે જેમ એમાં Timer મૂકવામાં આવે છે તેમ એને નકામી બનાવી દેવા માટે પણ Timer મૂકવામાં આવે. એમ કરવું અઘરું નથી. પણ એમ કરવામાં કારખાનાવાળા ઉત્પાદકોને કેટલો રસ પડે અને એવી સુરંગો ખરીદવાનું કેટલા પસંદ કરે અને એવી સુરંગો જ્યાં દાટવામાં આવી હોય ત્યાં એની તારીખો યાદ કોણ રાખે અને લોકો ક્યાં સુધી વહેમમાં રહ્યા કરે એવા ઘણાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે આ સૂચનને જેટલો આવકાર મળવો જોઇએ તેટલો મળ્યો નથી.
શહેરી વિસ્તારોની નજીક જો સુરંગો હોય તો તે માટે પોલીસ તંત્ર ખાસ તાલીમબદ્ધ માણસો પાસે તે ખોદાવીને તરત જ કઢાવી નાખે છે, કારણ કે એમાં લોકોની જાનહાનિનું જોખમ વધુ રહેલું છે. ખોટી અફવા હોય તો પણ એ માટે પોલીસ તંત્રને સક્રિય બની પગલાં લેવાં જ પડે છે. પંજાબમાં આતંકવાદ ચાલતો હતો ત્યારે તે આતંકવાદીઓએસુરંગો દાટેલી, એ અંગે કિંવદન્તિઓ પણ પ્રચલિત બનેલી. જેલમાં ગયેલા એક આતંકવાદીની પત્નીએ એને પત્ર લખ્યો કે ‘આ વર્ષે તો તમે નથી એટલે આપણા ઘર પાસેનું ખેતર ખેડ્યા વગરનું રહ્યું છે. ઘરમાં પૈસા નથી, એટલે મજૂરો પાસે પણ એ કામ કરાવી શકાય એમ નથી.' એણે પત્ર લખ્યો પછી થોડા દિવસે પોલીસના માણસો આવ્યા. આખું ખેતર એક છેડાથી બીજા છેડા સુધી ખેડી નાખ્યું. પત્નીને આશ્ચર્ય થયું. એણે પતિને લખ્યું, ‘તમે તો ગજબના છો ! પોલીસ પાસે ખેતર ખેડાવી આપ્યું.’
પતિ જ્યારે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારે એણે ખુલાસો કર્યો કે ‘મેં તને પત્રમાં એવું લખ્યું હતું કે તારે સલામતી માટે ચિંતા કરવાની જરૂર નથી. હુમલો કરવા આવનાર જાન ગુમાવશે, કારણ કે આપણા ખેતરમાં મારા મિત્રે કેટલીક સુરંગો દાટી છે.' મને ખબર હતી કે મારો પત્ર સેન્સર થવાનો છે. એટલે એ પત્ર તને મળ્યો નહિ, પણ સુરંગો શોધવા પોલીઓએ ખેતર આખું ખોદી નાખ્યું.
સુરંગો પર પ્રતિબંધ લાદવાની માગણી મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સોસાયટીની છે. કારણ કે વધતી જતી સુરંગોને કારણે દુનિયામાં અપંગોની સંખ્યા ઘણી વધતી જાય છે અને એથી રેડ ક્રોસ સોસાયટીનું કામ પણ વધતું જાય છે. દુનિયામાં વરસે સરેરાશ દસ હજાર માણસો સુરંગથી મૃત્યુ પામે છે, તો દસ હજારથી વધુ માણસો અપંગ બને છે.
એક ભાગ રૂપે ગણાય છે અને તેના પર પ્રતિબંધ લાદવાનો કોઇ પ્રશ્ન ટેન્કો વગેરે વાહનો માટે યુદ્ધકાળમાં વપરાતી સુરંગો તો યુદ્ધના જ છે જ નહિ, પણ માણસમાર સુરંગોમાં તો યુદ્ધના સૈનિકો જેટલા માર્યા જાય છે તેથી વધુ સામાન્ય નાગરિકો, ગ્રામજનો, ખેડૂતો વગેરે હોય છે. રમત રમતાં, દોડાદાડી કરતાં નાનાં નિર્દોષ બાળકો પણ મોટી સંખ્યામાં તેનો ભોગ બને છે. આથી જ માણસમાર સુરંગના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદેસર પ્રતિબંધ મૂકવો જોઇએ એમ ઘણાં રાષ્ટ્રોને લાગે છે. ૧૯૩૦માં રાસાયણિક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તે અંગે સર્વ સત્તાઓ સંમત થઈ હતી અને તેથી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું આજ લગભગ સાત દાયકાથી ચુસ્તપણે પાલન થતું આવ્યું છે. પરંતુ સુરંગ પર પ્રતિબંધ લાદવાનું અને તેમ કર્યા પછી તેનો અમલ ક૨વાનું એટલું સ૨ળ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
દુનિયામાં શક્તિશાળી સુરંગો બનાવવાવાળા દેશોની સંખ્યા પાંત્રીસથી પણ પધારે છે. અમેરિકા, બ્રિટન, ઇટલી, ચીન, ઇઝરાયેલ, ઇરાક, ઇરાન વગેરે એમાં મોખરે છે. સુરંગોનું આટલું બધું ઉત્પાદન ચાલ્યા કરતું હોય તો એ ક્યાંક ને ક્યાંક તો વપરાવાની જ. કારખાનાવાળાઓ તો પોતાનો માલ યેનકેન પ્રકારે દુનિયામાં ગમે ત્યાં ઘુસાડવાના જ. સુરંગો બનાવવા માટે બહુ મોટી ટેકનિકની કે જબરજસ્ત મોટા પ્લાન્ટની જરૂર નથી. એટલે ઉત્પાદન પર પ્રતિબંધ લાવવાનું હાલની દુનિયામાં શક્ય નથી. એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું વિશ્વમત જાગ્રત કરવાથી ફરક તો જરૂર પડે જ. અમેરિકા જેવા મોટા પણ એટલું સરળ નથી, કારણ કે યુદ્ધનું એ ઓજાર છે. તેમ છતાં દેશે એ માટે પહેલ કરવી પડે.
કેટલાંક દેશો સુરંગ વાપરવા પર પ્રતિબંધ મૂકવા ઇચ્છે છે પણ પોતાના દેશમાં સુરંગોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા ઇચ્છતા નથી. આવી બેવડી નીતિ જ્યાં હોય ત્યાં બધાં રાષ્ટ્રો એકમત ક્યાંથી થઇ શકે? સુરંગોના વપરાશ પર પ્રતિબંધ લાદવાની વાત તો યુનાઇટેડ નેશન્સમાં કેટલાંયે વર્ષોથી ચાલે છે, પરંતુ તે અંગે બધાં રાષ્ટ્રોની સહમતિ મેળવવાનું સહેલું નથી. આમ છતાં સુરંગો વિશે વિચારણા પાંચ સાત વર્ષથી ચાલવા લાગી છે એ આવકારદાયક છે.
સુરંગો બનાવનાર મુખ્યત્વે સમૃદ્ધ દેશો છે અને સુરંગોનો ભોગ બનનારા તે મુખ્યત્વે પછાત દેશોના ગામડાંઓના ગરીબ લોકો છે. સુરંગ શહેરી લોકોની સમસ્યા નથી, પણ ગામડાંઓમાં ખેતી કરનાર, લાકડાં વીણનાર, ઢોર ચરાવનાર, પહાડોમાં કામ કરનાર વગેરે લોકોની સમસ્યા છે. તો પણ આ પૃથ્વી પર રોજેરોજ કેટલાય નિર્દોષ, નાગરિકો મૃત્યુ પામે છે કે અપંગ થઇ જાય છે એ બાબત વિશે સમૃદ્ધ દેશો વિચારતા થયા છે એ એક સારી નિશાની છે. એમના હૃદયમાં પ્રગટેલી માનવતાની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહે અને આશય
શુભ
રહ્યા કરે તો એનું કંઇક પરિણામ તો અવશ્ય આવશે જ. બહુસુરંગા બનેલી વસુંધરા સાચા અર્થ સુરંગી, સુશોભિત, સુફલામ્ સુજલામ્ બની રહે એવી શુભકામના સર્વત્ર પ્રસરી રહો ! 7 રમણલાલ ચી. શાહ
હરી લે છે જે સાધન દિન