Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 143
________________ તા. ૧૬-૧૨-૯૭ પરંતુ એનો ૫૨મભાવ અવગાહના દાયિત્વનો જે છે તે આકાશાસ્તિકાયના પ૨મભાવ-પરમગુણને અનુલક્ષીને, તે અપેક્ષાએ, ઉપચરિત વિશેષણો પ્રયોજેલ છે. જે પોતામાં અન્યને પ્રવેશ આપતો નથી અને અન્યમાં પોતે પ્રવેશતો નથી તે કઠોર છે, કડક છે, કઠણ છે, સખત છે, પથ્થર છે. એનું ઉદાહરણ પણ પથ્થર પોતે જ છે. જે પોતામાં અન્યને પ્રવેશ આપે છે અને અન્યમાં પોતે પણ પ્રવેશી જાય છે–ભળી જાય છે તે મૃદુ છે, નરમ છે, મુલાયમ છે. એનું ઉદાહરણ છે પાણી-જલ, આકાશ અને આત્મા. આત્મા એની જ્ઞાન શક્તિએ કરીને મૃદુ છે. પથ્થર સખત છે. પથ્થરમાં કાંઇ પણ સમાતું હોતું નથી. તેમ પથ્થર પણ કશામાં સમાતો નથી. પથ્થ૨થી પણ મૃદુ દહીં છે. દહીં પોતામાં સાકરને સમાવે છે અને પોતે ખીચડીમાં ભળી જાય છે. એથીય મૃદુ પાણી છે. પાણી પોતામાં પથ્થરથી માંડીને સર્વને સમાવી લે છે, પથ્થર પછી ભલે પોતાના પથ્થરપણાને કા૨ણે પાણીમાં તળીયે જઇને બેસી જાય પણ પાણી એને જગા તો આપે જ છે. તેમ પાણી પણ સર્વમાં સમાઈ જાય છે-ભળી જાય છે. એટલે જ તો પાણી જીવોનું જીવન છે. પાણીથી ય ચઢિયાતું મૃદુ જડ દ્રવ્યોમાં કોઇ હોય તો તે આકાશ છે. આકાશ પોતામાંના અવગાહના રસે કરીને સઘળાંય જડ, ચેતન, દ્રવ્યો સમગ્ર સચરાચર સૃષ્ટિ પોતાનામાં સમાવી રહેલ છે. પ્રબુદ્ધજીવન આ સઘળાંનેય ટપી જાય તેવો મૃદુ તેઆત્મા છે. આત્મદ્રવ્ય સ્વભાવથી કઠિન કે ક્રૂર નથી. આત્મા તો સ્વભાવથી મૃદુ, મુલાયમ, માયાળુ, પ્રેમાળ છે. આત્મા પોતાના જ્ઞાનમાં આકાશ સહિત સર્વ પદાર્થોને સમાવે છે. તેવી જ રીતે કેવળી સમુદ્દાત વેળાએ કેવળી ભગવંતના આત્મપ્રદેશો ચૌદ રાજલોકમાં વ્યાપતા-ફેલાતા-પસરાતા થકી સૃષ્ટિના સૂક્ષ્મ-બાદર સર્વ પ્રદેશ અને પુદ્ગલ પ૨માણુઓમાં પ્રવેશે છે-એમને સ્પર્શે છે. વ્યવહારમાં પણ સહુમાં ભળી જનારો અને સહુને પોતામાં ભળાવી લેનારો-સમાવી લેનારો-પોતીકા બનાવી દેનારો સહુને પ્રિય થઇ પડે છે, આવકાર્ય બને છે, સ્વીકાર્ય બને છે. શાણો-ડાહ્યો, સારો, મળતાવડો Mixing Natureનો ગણાય છે. જ્યારે નહિ ભળનારો કડક, અતડો, એકલપેટો, મૂંજી, Reserved, સ્વાર્થી મતલબી ગણાય છે જે કોઇનો સંગ કરતો નથી અને એનો સંગ કોઇ ઇચ્છતું નથી. ચિદાકાશ એટલે જેમ આકાશની અવગાહના લઇને વિશ્વના સર્વ પદાર્થો પાતાના પ્રદેશથી આકાશપ્રદેશમાં સમાયેલ છે તેમ આત્માના જ્ઞાન (ચિદ્)-કેવળજ્ઞાનમાં-ચિદાકાશમાં વિશ્વના સર્વ પદાર્થો પોતાના સર્વ ગુણ-પર્યાય સહિત ઝળહળે છે-પ્રતિબિંબિત થાય છે. આકાશને તો સર્વને સમાવવા વ્યાપક બનવું પડ્યું–સર્વત્ર ફેલાઈ જવું-પસરાઈ જવું પડ્યું–સર્વવ્યાપી બનવું પડ્યું. જ્યારે જ્ઞાન તો પોતે પોતામાં જ રહીને અર્થાત્ સર્વત્ર ફેલાયા સિવાય પોતાના ચિદાકાશમાં-કેવળજ્ઞાન પ્રકાશમાં સર્વવ્યાપી આકાશ સહિત સર્વ પદાર્થોને સમાવે છેપ્રતિબિંબિત કરે છે. અહીં જિજ્ઞાસુને શંકા ઉદ્ભવે છે કે શું ખરેખર આવું બને ? કાં’ક ટાઢાપહોરના ગપ્પા તો નથી હાંકતા ને ? કો'ક ચતુર સુજાણે ચતુરાઇની પરીક્ષા લેતાં પૂછ્યું કે આંખ મોટી કે પહાડ ? આંખ ભલે પહાડની સરખામણીમાં કદથી નાની હોય પણ નાની સરખી આંખ મોટા એવા પહાડને પોતાની કીકીમાં સમાવે છે. આત્મા આકાશથી પણ મહાન છે. ‘મહતો મહિયાન અને અણોરણિયાન' છે. અર્થાત્ આકાશને પણ પોતામાં સમાવનાર જ્ઞાનમાં પ્રતિબિંબિત કરનાર આકાશથી પણ મહાન છે. અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુ અને પ્રદેશને જાણનાર અણુથી પણ નાનો પરમાણુ છે. એટલું જ નહિ પણ આત્મા પોતાને સંકોચીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિગોદમાંનો નિગોદનો જીવ બનવાથી માંડી પોતાના આત્મપ્રદેશોને વિસ્તારી વિરાટ દેહ પણ ધારણ કરે છે. ૧૧ ‘આકાશ ક્ષેત્રથી મહાન છે તો આત્મા જ્ઞાનથી મહાન છે.' આકાશ ક્ષેત્રથી સર્વવ્યાપી છે તો આત્મા જ્ઞાનથી સર્વવ્યાપી છે. આત્માની સર્વવ્યાપકતાની ઝલક મળે-ઝાંખી થાય તેટલા માટે થઇને તેને ‘ચિદાકાશ’ ઉપમા વિશેષણથી નવાજ્યો છે. બાકી તો આકાશને પ્રકાશનારો, આકાશનું આકાશ નામકરણ કરનારો અને આખે આખા સર્વવ્યાપી આકાશને-લોકાલોકને પોતાના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત કરનારો આત્મા આકાશથી પણ મહાન છે, સર્વોપરિ છે. આકાશ પોતે જડ હોવા છતાંય તે અનાદિ-અનંત, અનુત્પન્ન, સ્વયંભૂ, અવિનાશી, અરૂપી, અમૂર્ત, અગુરુલઘુ, અવ્યાબાધ છે. આમ આકાશમાં આત્માના, અઘાતિકર્મના નાસથી પ્રગટતા સર્વ ગુણ છે. સિવાય કે આત્માના ઘાતિકર્મના નાશથી પ્રગટતા કેવળદર્શન, કેવળજ્ઞાન ઉપયોગ ગુણ. આમ આકાશમાં જ્ઞાન-દર્શન ઉપયોગ ઉમેરી દેતાં આત્મા બુદ્ધિ પ્રત્યક્ષ થાય છે-આત્મસ્વરૂપ તર્કસંગત બને છે. ચિદાનંદ : ચિઆનંદ=ચિદાનંદ. ચિત્ કહેતાં જ્ઞાનનો જે આનંદ છે, આત્માનુભૂતિ, કેવળજ્ઞાનાભૂતિ છે એ ચિદાનંદ છે જે સાધનાની સિદ્ધિ છે-ફળશ્રુતિ છે. ચૈતન્ય તત્ત્વ બે છે. (૧) જ્ઞાન અને (૨) આનંદ. જ્યાં જ્ઞાન છે ત્યાં જ આનંદ છે. જ્ઞાનનું પરિણામ આનંદ છે. દષ્ટિમાં, ભાવમાં, ઇચ્છામાં કે વિચારમાં ભૂલ હોય તો જ્ઞાનના ફળરૂપ આનંદ નહિ મળતાં દુઃખ મળે છે કારણ કે જ્ઞાનમાં વિહાર છે. મોહાદિ ભાવો એ વિકાર છે. એનાથી જ્ઞાન આવાય છે. એ આવરણને કારણે જ્ઞાનનું સ્વ-૫૨ પ્રતિ કાર્ય પૂર્ણ થતું નથી. આત્મા જ્ઞાયક અને વેદક છે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે. પણ સ્વક્ષેત્ર-સ્વપ્રતિ તો આનંદ વેદનસ્વરૂપ છે. માટે જ તો આત્માને ‘સચ્ચિદાનંદ' તરીકે ઓળખાવેલ છે. પરક્ષેત્રે નિઃશંક જ્ઞાનપ્રકાશ અનુભવન છે. છદ્મસ્થજ્ઞાનીને નિઃશંકપણાએ બુદ્ધિનો આનંદ અનુભવાય છે. પરંતુ તે આત્માનો-કેવળજ્ઞાનનો-નિરાવરણતાનો આનંદ નથી. સ્વક્ષેત્રે-આત્મપ્રદેશે જ્ઞાનપ્રકાશ આનંદવેદનરૂપ છે. આત્માનંદ-સ્વરૂપાનંદ છે. સ્વક્ષેત્રે કેવળજ્ઞાન એજ સહજાનંદ, શુદ્ધાનંદ, આત્માનંદ, સ્વરૂપાનંદ, નિજાનંદ છે. માટે જ જ્ઞાન કહેતાં ચિન્ને, આત્માને, કેવળજ્ઞાનને ‘ચિદાનંદ' તરીકે ઓળખાવેલ છે. બુદ્ધિ તત્ત્વનો આનંદ કાર્યનું કારણ, મૂળ, હેતુ, યુક્તિ, પ્રયુક્તિ, તર્ક, પ્રયોજન, દષ્ટાંત જાણવામાં છે. બુદ્ધિ અશાંત છે. બુદ્ધિ નવરી બેસી રહેતી નથી, એને શેયનું ભક્ષણ અર્થાત્ જ્ઞેયનો ખોરાક જોઇએછે. જ્યારે કેવળજ્ઞાન પ્રશાંત છે-આનંદ સ્વરૂપ-તૃપ્ત-સંતૃપ્ત-પરિપૂર્ણ છે. એને જ્ઞેયના ખોરાકની આવશ્યકતા નથી તેથી તે નિરાકારી-અણાહારી છે. જ્ઞેય વડે જ્ઞાન નથી. જ્ઞાન પ્રકાશક છે. પ૨ પદાર્થ જે જડ છે તે પ્રકાશ્ય છે. પરદ્રવ્યમાં જ્ઞાન જ્ઞાયક છે. જ્યારે સ્વ દ્રવ્યમાં જ્ઞાન વેદક છે. જ્ઞાનનો જ્ઞેય સાથે વ્યવહારિક સંબંધ છે. પારમાર્થિક સંબંધ નથી. ‘સચ્ચિદાનંદ’ માં સત્ એવાં ચિર્દૂ-જ્ઞાનની સાથે શેયને નહિ જોડતાં આનંદને સ્થાન આપેલ છે. કારણ કે સ્વક્ષેત્રે આત્માના જ્ઞાનનું સ્વરૂપ-જ્ઞાનનું કાર્ય આનંદ વેદનરૂપ છે. આનંદનું લક્ષણ જ્ઞાન છે. અજ્ઞાનનું કાર્ય દુઃખ છે અને દુઃખનું મૂળ અજ્ઞાન છે. જે જીવો, જીવના લક્ષણરૂપ જ્ઞાન તેમને હોવા છતાં, આનંદના લક્ષણ રૂપ જે સમ્યગજ્ઞાન, કેવળજ્ઞાન છે તેને પ્રાપ્ત કરી શકતાં નથી તેમને અસંજ્ઞિ કહેવાય છે. આત્માનું લક્ષણ જેમ ચૈતન્ય સૂચક જ્ઞાન છે તેમ આનંદનું લક્ષણ પણ સમ્યજ્ઞાન-પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન છે તે ભૂલવા જેવું નથી. જ્ઞાન શેયને જાણે છે પરંતુ જ્ઞાન, જ્ઞાનને તો અનુભવે છે-વેદે છે. જ્યારે પર-જડ એવું જ્ઞેય સ્વયંને જાણતું કે વેદતું નથી, તેમ અન્ય જ્ઞેય પદાર્થને પણ જાણતું નથી. જો જડ પદાર્થ સ્વયં સહિત અન્ય શેયને જાણે તો જડ મટી ચૈતન્ય થઇ જાય. 1

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148