Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 144
________________ ૧૨ પ્રબુદ્ધજીવન જીવ જેમ પ્રતિસમયે જાણી રહ્યો છે તેમ તે પ્રતિસમયે સુખદુઃખ-આનંદ કે મસ્તીને વેદી રહ્યો છે. વેદનભાવ-અનુભવનટાળ્યુંટળી શકે એમ નથી. જીવ સાંસારિક સુખો જે સાધનો-પદાર્થો દ્વારા વેદે છે તે વેદન તો જીવનું પોતાનું સ્વયંનું છે. જ્ઞાન અને સુખનો અભેદ આધાર આત્મા છે. વિષયનું જ્ઞાન જ્ઞાતા એવાં ચેતન આત્માને છે. જડ એવાં વિષયને જ્ઞાન નથી. ઉપયોગ સ્વયં જ્ઞાન છે અને ઉપયોગની અંદર સુખદુઃખનું વેદન છે. છદ્મસ્થ જ્ઞાન કરતાં છદ્મસ્થ એવાં જ્ઞાનમાં સ્વરૂપનું ધ્યાન ચઢે. કેમકે ધ્યાનમાં વેદન અર્થાત્ અનુભવન છે. વળી અપેક્ષાએ ધ્યાન કરતાં જ્ઞાન ચઢે કેમકે ધ્યાન આવીને ચાલી જાય છે જ્યારે જ્ઞાન ટકે છે. તેમ ધ્યાન અને સમાધિની ફળશ્રુતિ ધ્યાનાતીત એવી જ્ઞાનાવસ્થાકેવળજ્ઞાનાવસ્થા છે. બાકી સાધકાવસ્થામાં તો જ્ઞાન જે દેખાડે છે અને જણાવે છે તે આત્માનું સુખ છે કે જે સુખનો અનુભવ ધ્યાન કરાવે છે. જ્ઞાનનો સત્ય પૂર્ણ આકાર કેવળજ્ઞાન છે. જ્ઞાનપૂર્ણ છે તો સુખ-આનંદ પૂર્ણ છે. જ્ઞાન અપૂર્ણ છે તો શેયનો આનંદ છે પણ જ્ઞાનનો આનંદ નથી. જ્ઞાન અને આનંદ અભિન્ન હોવા છતાં વર્તમાન કાળે પણ આપણા મોહ-અજ્ઞાન-રાગાદિ ભાવોને કારણે તે ભિન્ન બની ગયાં છે. જ્ઞાન આનંદથી વિખૂટું (છૂટું) પડી ગયું છે. તેથી જ આત્મા-જ્ઞાન બધે સુખને-આનંદને શોધે છે. એટલે જ અરસપરસ એકમેકના મિલનમાં પ્રથમ પૃચ્છા ‘કેમ છો ?' પ્રશ્નથી તનમનની શાંતિ, સ્વસ્થતા, સુખ, આનંદ વિષે વિચારાય છે. પ્રત્યેક આત્મામાં સુખની ઇચ્છા પ્રવર્તે છે. તે જ પ્રત્યક્ષ સ્વાનુભૂત સાબિતિ છે કે જ્ઞાન, આનંદથી વિખૂટું પડી ગયું છે. રાગસુખ એ દુઃખ છે. જ્યારે વીતરાગ સુખ એ પ્રેમ છે–એ આનંદ . છે. જ્ઞાન જ આનંદ સ્વરૂપ છે. રાગમાંથી દ્વેષ નીકળે છે. પરંતુ પ્રેમમાંથી ક્યારેય દ્વેષ નથી નીકળતો. જ્ઞાન પાછળ આનંદ લગાડીએ છીએ અને જ્ઞાન સત્ હોવાથી તેમજ જ્ઞાન આત્મસ્વરૂપ હોવાથી આત્માને ‘સચ્ચિદાનંદ’ કહેલ છે. એજ પ્રમાણે આત્માના બધાં ગુણ પાછળ આનંદ લગાડી શકાય છે. કારણ કે આત્માના બધાં જ ગુણ-સ્વગુણસ્વરૂપ ગુણ છે અને આનંદરૂપ છે. જેના જ્ઞાન અને આનંદ અભેદ થઇ ગયાં છે તે બ્રહ્મ છે– પરમાત્મા છે. જ્ઞાન જેમ ચૈતન્ય છે તેમ આનંદ પણ ચૈતન્ય છે. સંસારી જીવોના જ્ઞાન અને આનંદ છૂટાં પડી ગયાં છે. જીવમાં જ્ઞાન હોવા છતાં આનંદરૂપ નથી પણ દુઃખી દુઃખી છે. કેવળી ભગવંત પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદરૂપ છે અને તેથી દુઃખરહિત, દુ:ખમુક્ત છે. તા. ૧૬-૧૨-૯૭ જ્ઞાન છે ત્યાં વેદન છે. વેદન છે ત્યાં શાન છે. જ્ઞાન અને વેદન અભિન્ન છે. જિમ તે ભૂલો મૃગ દિશિ દિશિ ફરે તેવાં મૃગમદ ગંધ એમ જગ ઢૂંઢે બાહિર ધર્મને મિથ્યાદષ્ટિ રે અંધ यस्मिन विज्ञानमानन्दम् ब्रह्मेचैकात्मतमगतम् । स श्रद्धैयः स च ध्येयः प्रपध्यै शरणं च तम् ॥ -કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી જ્ઞાનનો આધાર આનંદ છે અને આનંદનો આધાર આત્મા છે. જ્ઞાન તે જ આનંદ છે. જ્ઞાનથી આનંદ ભિન્ન નથી. જ્ઞાન અને આનંદ ઉભય આત્મામાં છે. બહાર જડ પદાર્થમાં જ્ઞાન અગર આનંદ કાંઇ નથી. માટે બહિરદષ્ટિ કરી બહારના શેય પદાર્થમાં આનંદ નહિ શોધતાં, યે આત્માએ આત્મામાં પ્રશાંત બનીને સ્વરૂપ આનંદને પામવાનો છે. પોતાની નાભિમાં-પોતામાં-સ્વયંમાં જ રહેલી કસ્તુરીની સુવાસ જે વાયુ દ્વારા દશે દિશામાં ફેલાઈ રહે છે તેને બિહર્દિષ્ટ કસ્તુરમૃગ બધી દિશામાં પોતામાં રહેલી પોતાની જ કસ્તુરીની સુગંધ લેવા આંટા મારે છે–ફોગટ ફાંફા મારે છે. એ તેની વ્યર્થ મહેનત છે. તેને બદલે કસ્તુરીમૃગે સ્થિર થઇ, શાંત બનીને પોતાની જ નાભિમાં રહેલી કસ્તુરીની સુવાસ પોતે જ પોતામાંથી માણવાની છે-વેદવાની છે. અવિકારી જ્ઞાન અને અવિકારી આનંદ ભિન્ન નથી. જ્યારે વિકારી જ્ઞાનથી વિકારી સુખ ભિન્ન છે. -મહામહોપાધ્યાયજી પાની બિચ મીન પિયાસી, મોહિ સૂન સૂન આવૈ હાંસી; ઘરમેં વસ્તુ નજર નહિ આવત, બન બન ફિરત ઉદાસી, આતમજ્ઞાન બિના જગ જૂટા, ક્યા મથુરા ક્યા કાસી ? -કબીરજી તેરા સાંઇ તુ મેં, જ્યોં પહુપન (પુષ્પ)મેં બાસ, કસ્તુરી કા મિરગ જ્યોં, ફિર ફિર ઢૂંઢે ઘાસ જ્યો તિલ માંહી તેલ હૈ, જ્યોં ચકમકમેં આગિ; તેરા સાંઇ તુર્ભે, જાગિ સર્યું તો જાગિ -કબીરજી -કબીરજી તેરા સાહિબ હૈ ઘટ માંહિ, બાહર નૈના ક્યોં ખોલે ? કહે કબીર સુનો ભાઇ સાધો | સાહિબ મિલ ગયે તિલ ઔલે, આપે મેં તબ આપા નિરખ્યા, આપન મેં આયા સુગન્યા, આપૈ કહત સુનત પુનિ અપનાં, આપન પૈ આપા બુઠ્યા. અપને પરચૈ લાગી તારી, આપન હૈ આપ સમાના, કહે કબીર જે આપ વિચારે મિટિ ગયા આવન જાંનાં. આત્માની અંદર જ્ઞાન અને આનંદ એ રસ તત્ત્વ અર્થાત્ ભાવ તત્ત્વ છે. તેથી જ ભાવ અને ભાવ નિક્ષેપો સ્વરૂપ પ્રધાન છે. આત્માનું રસ તત્ત્વ જીવાત્મામાં અનંત છે–અસીમ છે. દેશાકાશે આત્માના અસંખ્ય આત્મપ્રદેશોની આકૃતિ સીમિત છે. જ્યારે જ્ઞાન અને આનંદ અનંત-અસીમ હોવાના કારણે તે ઉભયની કોઇ જ આકૃતિ નથી. આપણું છદ્મસ્થ જીવન પણ ભાવપ્રધાન હોય છે. જેવો આપણો ભાવ હોય છે તેવું આપણું ભાવિ હોય છે. જ્ઞાન દુઃખ કરનાર આનંદ છે, જ્ઞાન ભેદ તોડનાર પ્રેમ છે; જ્ઞાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરનાર પ્રકાશ છે; જ્ઞાન રસ છે, જ્ઞાન તાકાત-શક્તિ નહિ પણ સ્વરૂપ છે. જ્ઞાન તમસહારી, જ્ઞાન પ્રકાશકારી; જ્ઞાન દુઃખહારી, જ્ઞાન સુખકારી; જ્ઞાન ભવતારી, જ્ઞાન આનંદકારી; જ્ઞાન હી આતમ, આતમ હી જ્ઞાન; મૂળ ભી જ્ઞાન, ફળ ભી જ્ઞાન, મનની પ્રસન્નતા જ્ઞાન વડે હોવી જઇએ, જ્ઞાન વડે મનની પ્રસન્નતા એટલે પુણ્યનો સદુપયોગ અને ગુણ પ્રાપ્તિ. જ્યારે અજ્ઞાન વડે મનની પ્રસન્નતા એટલે પુણ્યનો ભોગવટો. ભોગ તો યોગશક્તિ અને ઉપયોગના આનંદને ઢાંકે છે. ભોગ એ દેહ-ઇન્દ્રિયોનો આનંદ છે. દૈહિક સુખ છે. એ કાંઇ ઉપયોગનો આનંદ નથી. કેવળજ્ઞાન એ ઉપયોગનો આનંદ છે. બ્રહ્મ (કેવળજ્ઞાન-નિર્વિકલ્પ) ઉપયોગે આનંદ ! એ બ્રહ્માકારવૃત્તિ, ધર્મ-મોક્ષ ભાવ છે. નિર્દોષ સુખવેદન અબ્રહ્મ (શરીર-ઇન્દ્રિયજનિત) ઉપયોગે દુઃખ ! એ જગદાકારવૃત્તિ-સંસારભાવ-દેહભાવ-મોહભાવ છે. જે સુખાભાસ અને દુઃખવેદનરૂપ શેય છે.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148