Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 117
________________ ૭ વર્ષ : (૫૦) + ૮ ૯ અંક : ૧૧ ૭ તા. ૧૬-૧૧-૯૭૭ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ બહુસુરંગા વસુંધરા કહેવત તો છે ‘બહુરત્ના વસુંધરા’, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી માનવજાતે વસુંધરાની જે દશા કરી છે તે જોતાં ‘બહુસુરંગા વસુંધરા’ કહેવાનો વખત પણ ક્યારનોય આવી ગયો છે. ‘બહુરત્ના વસુંધરા’ કહેવત સ્થૂલ અને સૂક્ષ્મ એમ બંને અર્થમાં ઘટાવાય છે. આ પૃથ્વીમાં, ધરતી માતાના પેટાળમાં એટલાં બધાં રત્નો છે કે એનો ક્યારેય પાર પામી ન શકાય. એક જુઓ અને એક ભૂલો એટલાં બધાં કીમતી રત્નો ધરતી માતા પાસે છે. હીરા, માણેક અને અન્ય પ્રકારનાં રત્નો ખાણોમાંથી નીકળતાં જ જાય છે. બીજી બાજુ ધરતી માતા પાસે મનુષ્યરૂપી રત્નો પણ અખૂટ છે. સમયે સમયે મહામાનવો આ જગતમાં જન્મ ધારણ કરતા જ રહે છે. એનો ક્યારેય અંત નહિ આવે. તદુપરાંત તત્ત્વરૂપી કે ગુણરૂપી રત્નોથી પણ આ વિશ્વ એટલું જ સભર છે. આમ, બહુરત્ના વસુંધરા કહેવત વિવિદ દષ્ટિએ યથાર્થ જ છે. ‘બહુસુરંગા વસુંધરા' એટલે વિવિધ મનોહર રંગો ધરાવતી, પ્રકૃતિનાં વિવિધ રૂપો ખીલવતી વસુંધરા એવો એક અર્થ અત્યંત પ્રિય લાગે એવો છે, પરંતુ સુરંગ એટલે વિસ્ફોટક દ્રવ્ય ધરાવતી દાબડી-Minesએવો અર્થ કરીએ તો બહુસુરંગા વસુંધરાનો કેટલો બધો કદરૂપો અર્થ થાય છે ! રત્નોથી શોભતી ધરતી માતા વર્તમાન સમયમાં સુરંગોથી આવી કદરૂપી બની છે. મનુષ્ય એને વધુ અને વધુ કદરૂપી બનાવતો જાય છે. ક્ષમા એ ધરતી માતાનો ગુણ છે એટલે એ માનવજાતનાં આવાં અપકૃત્યો સહન કરી લે છે, પણ એથી અંતે તો માનવજાતનું જ અહિત થાય છે. બહુસુરંગા વસુંધરા એટલે અનેક સુરંગો-Mines ધરાવતી વસુંધરા. સુરંગ એટલે કે Land Minesનો ઉપયોગ તો એક સૈકાથી પણ પહેલાં ચાલુ થયેલો છે. પથ્થરો ફોડવા, બુગદાઓ બનાવવા, રસ્તાઓ સીધા કરવા સુરંગોનો ઉપયોગ થાય છે. એક સુરંગ કેટલા બધા માણસોનું, કેટલા બધા દિવસનું કામ થોડી મિનટોમાં જ કરી આપે છે ! વિસ્ફોટક દ્રવ્યો તો ઠેઠ પ્રાચીન કાળથી જાણીતાં છે, પોતાની સખત મજૂરી બચાવવા માટે મનુષ્ય તેનો ઉપયોગ કરતો આવ્યો છે. માનવની સુખાકારી માટે, મનુષ્યકલ્યાણ માટે સુરંગોનો ઉપયોગ થાય એની સામે વાંધો ન હોઇ શકે, પરંતુ એ જ સુરંગ મનુષ્યના નાશ માટે વપરાય ત્યારે એનો વિરોધ કરવો પડે. Licence to post without prepayment No. 37 Regd. No. MH/MBI-South /54/97 યુદ્ધના વખતે પોતાની સરહદો સુરક્ષિત રાખવા માટે સરહદો પાસેના વિસ્તારોમાં અને મુકાબલો થવાની સંભવિત જગ્યાઓએ કાંટાળી વાડ અને સુરંગો સ્થાપવામાં આવે છે. ક્યારેક તો ઇલેક્ટ્રિક કરંટવાળી કાંટાળી વાડ હોય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની, ફ્રાન્સ વગેરે દેશોએ એવી લાંબી વાડો કરી હતી, જ્યાં યુદ્ધ કે આંતરવિગ્રહ જેવી સ્થિતિ હોય ત્યાં પોતાના આંગણામાં દુશ્મનો આવે નહિ એ માટે ) વાર્ષિક લવાજમ રૂ. ૮૦ સુરંગો બિછાવવામાં આવે છે. દુનિયામાં રાષ્ટ્રો વચ્ચે સરહદોના ઝઘડા અને રાજ્યસત્તા પર આરૂઢ થવા માટે આંતરવિગ્રહ – Civil War જેવી ઘટનાઓ છેલ્લાં થોડા દાયકાઓમાં ઘણી વધી ગઈ છે અને એથી સુરંગોનો ઉપયોગ પણ વધતો ચાલ્યો છે. અત્યારે ૬૦ કરતાં વધારે દેશોમાં સુરંગો પથરાયેલી છે. આ દેશો મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાં આવેલા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન તથા ફ્રાન્સ, જર્મની વગેરે યુરોપના ઘણા દેશોને સુરંગોનો પ્રશ્ન સતાવતો નથી. સુરંગોનો સૌથી વધુ ગંભીર પ્રશ્ન બોસ્નિયા, ઇરાન, ઇરાક, અંગોલા, અફઘાનિસ્તાન, ઇજિપ્ત, કમ્બોડિયા, શ્રીલંકા ઇત્યાદિ દેશોમાં છે. આ ઉપરાંત લેટિન અમેરિકામાં મેક્સિકો, પેરુ, ઇકવેડોર, ગાઉટેમાલા, કોલંબિયા વગેરે દેશોમાં સુરંગો ઘણી બિછાવેલી છે. આફ્રિકામાં અંગોલા-ઉપરાંત રવાન્ડા, ઇથિયોપિયા, લિબિયા, યુગાન્ડા, સોમાલિયા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નમિબિયા, સુદાન વગેરે ઘણાં દેશોમાં, મધ્ય પૂર્વમાં જ્યોર્જિયા, આર્મેનિયા, આઝરબૈનીન, ઇરાન, ઇરાક, ઇઝરાયેલ, જોર્ડન, સિરિયા, લેબનોન, લિબિયા, તુર્કસ્તાન વગેરે દેશોમાં તથા પૂર્વમાં પાકિસ્તાન, ભારત (કાશ્મીર, આસામ વગેરે સરહદોમાં) શ્રીલંકા, વિયેટનામ, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં વિગ્રહની સરહદો પરના વિસ્તારોમાં સુરંગો બિછાવવામાં આવેલી છે. આ યાદીમાં હજુ બીજા પંદરવીસ દેશોનાં નામ ઉમેરી શકાય. એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે. ઘરતી માતાના શરીરમાં અગિયાર કરોડ જેટલાં કાચાં ગુમડાં છે એમ કહી શકાય. એ ક્યારે પાકશે અને ક્યારે ફાટશે એ કહી શકાય નહિ. આ અગિયાર કરોડ સુરંગથી વાતનો અંત નથી આવ્યો. દર વર્ષે હજારો નવી સુરંગો દટાતી જ જાય છે. ધરતી માતાનું શરીર ઉત્તરોત્તર વધુ અને વધુ વરવું થતું જાય છે. સુરંગો ઉપરાંત બીજા ભૂગર્ભ ઘડાકાઓની વાત તો જુદી જ છે. સુરંગની ભયાનકતાવાળો એક મુખ્ય દેશ તે અફઘાનિસ્તાન છે. છેલાં લગભગ બે દાયકાથી ત્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ ચાલ્યા કરે છે, એથી બંને પક્ષો પોતાના પ્રદેશના રક્ષણ માટે પોતાની સરહદો પર સુરંગો આજ દિવસ સુધી બિછાવતા રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે સુરંગો જમીનમાં દાટવામાં આવી છે. સુરંગો દાટનારને પણ યાદ નથી રહેતું કે ક્યાં સુરંગો દાટી છે. સુરંગો દાટવાનું કામ ગુપ્ત રાખવાનું હોય છે, એટલે પોતાના પક્ષના કેટલાક સૈનિકો સિવાય બીજાને એની ખબર ન પડવા દેવાય. સામાન્ય નાગરિકો બિચારાઓને તો એની કશી જ ખબર v< _ +1877 @

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148