Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 122
________________ ઃ ઘાતિકર્મીના નાશથી આત્માના જે હકારાત્મક Positive વિધેયાત્મક સ્વરૂપગુણોનું પ્રાગટીકરણ થાય છે તે નીચે મુજબ છે. જે માત્ર જીવ-આત્માને લાગુ પડે છે. પુદ્ગલદ્રવ્યને તે લાગુ નહિ પડે. આત્માના વિધેચાત્મક સ્વરૂપગુણો સંસારી છદ્મસ્થ જીવોના ગુણો કેવળી ભગવંત-સિદ્ધપરમાત્માના ગુણો કેવળજ્ઞાન કેવળદર્શન અનંત ચારિત્ર્ય કેવળીભગવંત-સિદ્ધ પરમાત્માના ગુણો અરૂપીપણું પ્રબુદ્ઘજીવન અગુરુલઘુ અક્ષય સ્થિતિ-અવિનાશિતા અવ્યાબાધપણુ અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિભંગજ્ઞાન, સમ્યગ્દ્શાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અનંત સુખ, વીર્ય, લબ્ધિ આત્માના કર્મરહિતતાએ (અઘાતિકર્મ) નિષેધાત્મક ગુણો મિથ્યાદષ્ટિ-સમ્યગ્દર્શન મિથ્યાચારિત્ર્ય-દુરાચરણ-સદાચ ૨- સભ્યશ્ચારિત્ર, પંચાચાર, અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ અંતરાય સંસારીજીવના કર્મસંયોગે ગુણો-તથા પુદ્ગલના ગુણો રૂપીપણું ગુરુલઘુ ક્ષયસ્થિતિ નશ્વરતા-વિનાશિતા બાબ-બાધકતા અઘાતિકર્મના ક્ષયથી નિષ્પન્ન થતા અક્ષયાદિ ચાર નિષેધાત્મક ગુણથી કેવળજ્ઞાનની સમજ અઘાતિકર્મ ચા૨ છે. આયુષ્ય, વેદનીય, ગોત્ર અને નામકર્મ, વર્તમાનનું આપણું ‘હું'પણું ‘અહં’ અને વર્તમાનની આપણી ઓળખ આ ચાર અઘાતિકર્મથી જ છે. ‘હું કોણ ?' તો કે...‘મારું’ નામ ફલાણું, ‘હું' ફલાણા ગોત્રનો-કુળનો, ‘મારી વય' અમુક તમુક, ‘હું' નીચો-ઊંચો, લાંબો-ટૂંકો, જાડો--પાતળો, ખૂબસુરત-બદસુરત, ‘હું' સુખી-દુઃખી, રોગી-નિરોગી, ‘હું' એનું આમ કરી નાંખીશ કેમકે એણે મારું આ બગાડ્યું. પુદ્ગલદ્રવ્યના જે ગુણધર્મો છે તેનાથી વિરુદ્ધ ગુણધર્મો આત્માના છે. માટે જ પુદ્દગલદ્રવ્યના ગુણધર્મોના બંધનથી અને આવરણથી પર થઇ જવું, છૂટી જવું, મુક્ત થઇ જવું તે જ આત્માનું મૂળ, સાચું, શુદ્ધ શ્રાયિક સિદ્ધ સ્વરૂપ છે. ચાર અઘાતિકર્મમના ક્ષયથી જે ચાર નકારાત્મક (Negative), નિષેધાત્મક આત્માના ગુણ નિષ્પન્ન થાય છે, તે ચાર કેવળજ્ઞાનના પણ નિષેધાત્મક વિશેષણો છે. તા. ૧૬-૧૧-૯૭ અઘતિકર્મોના નાશથી નિષ્પન્ન થતા ચાર નિષેધાત્મક ગુણ પુદગલના ગુણધર્મો અને પુદ્ગલ સંયોગે-કર્મ સંયોગે સંસારી જીવના ગુણધર્મો (આત્મા) પરમાત્માના કેવળજ્ઞાનના નિષેધાત્મક ગુણધર્મો નામકર્મના નાથશી આત્મા અનામી-અરૂપી-અમૂર્ત ૧. નામકર્મથી જીવ નામી-રૂપીમૂર્ત ૨. ગોત્રકર્મથી જીવ ઉચ્ચ ગોત્રનો- નીચ ગોત્રનો ૩. આયુષ્યકર્મથી જીવ વિનાશી, નશ્વર, હાનિ-વૃદ્ધિ, ાર-ક્ષય સ્થિતિવાળો અસત્-અનિત્ય, જન્મ-મરણ પરંપરાવાળો, ચૌદ રાજલોકમાં રઝળપાટ-પરિભ્રમણ કરતો ઠામ ઠેકાણા વિનાનો, વિશ્રામ વિનાનો અસ્થિર ૪. વેદનીયકર્મથી જીવ સુખીદુઃખી, રોગી-નિરોગી, બાધ્ય બાધક ગોત્રકર્મના નાશથી આત્મા અગુરુલઘુ, ઊંચ-નીચના ભેદ રહિત આયુષ્યકર્મના નાશથી આત્મા અવિનાશી, અક્ષય, અક્ષર, શાશ્વત, સત્, નિત્ય. વેદનીયકર્મના નાશથી આત્મા અવ્યાબાધ સુખદુઃખ, રોગીપણાનિરોગીપણાનો અભાવ, વિરુદ્ધ ગુણધર્મોવાળો પદાર્થને બાધા પહોંચાડે નહિ અને તેનાથી બાધા પામે નહિ. સંસારી જીવના પુદ્ગલસંગે કર્મજનિત જે ગુણધર્મો છે તે વાસ્તવિક તો પુદ્ગલના પોતાના જ ગુણધર્મો છે. પુદ્ગલ રૂપી છે, મૂર્ત છે, જડ-અજીવ છે, પુગલ ભારે-હલકું અર્થાત્ ગુરુ-લઘુ છે, પુદ્ગલ વિનાશી છે-હાનિ-વૃદ્ધિવાળું-ઉત્પાદ-વ્યય યુક્ત-ક્ષર-નશ્વર, પરિવર્તનશીલ અને પરિભ્રમણશીલ રૂપ-રૂપાંતર પામતું અને ક્ષેત્રક્ષેત્રાંતર કરનારું છે. વળી પુદ્ગલ બાધા પામનારું અને બાધા પહોંચાડનારું છે. અર્થાત્ અસર પામનારું અને અસર પહોંચાડનારું બાધ્યબાધક ભાવવાળું છે. પુદ્ગલના જે આ બધાં ગુણધર્મો છે તેનાથી વિરુદ્ધ ગુણધર્મો છે તે આત્માના શુદ્ધ પરમાત્મ સ્વરૂપના, કેવળજ્ઞાનના ગુણધર્મો છે.જે પુદ્ગલદ્રવ્યમાં છે તે શુદ્ધ જીવદ્રવ્યમાં નથી માટે જ એ સર્વ પુદ્ગલના ગુણધર્મોને નિષેધાત્મક, અભાવસૂચક, ‘અ’ ઉપસર્ગ લગાડવાથી પરમાત્માના-કેવળજ્ઞાનના વિશેષણ બને છે. રૂપીની સામે અરૂપી, નામીની સામે અનામી, મૂર્તની સામે અમૂર્ત, ગુરુલઘુની સામે અગુરુલઘુ, વિનાશીની સામે અવિનાશી, ક્ષ૨ની સામે અક્ષર, ક્ષય હાનિ-વૃદ્ધિની સામે અક્ષય અને બાઘ્ય-બાધકતાની સામે અવ્યાબાધ. આત્મા ચેતન છે, જીવ છે, પુદ્ગલ અચિત છે, અજીવ-જડ છે. આત્માનું પુદ્ગલ વિરુદ્ધનું નિષેધાત્મક સ્વરૂપ સમજવાનું છે અને પાંચે અસ્તિકાયનું સ્વરૂપ વિચારી શુદ્ધાત્માનું-પરમાત્માનું સ્વમાં વિધેયાત્મક સ્વરૂપ વેદવાનું છે, અનુભવવાનું છે. આત્માને ‘સ્વ’ અને પુદ્ગલને ‘પર’ કહીને ‘ ‘સ્વ'માં વસ અને ‘પર’થી ખસ ' જે વિધાન કર્યું છે તે આ જ સંદર્ભમાં કરેલ છે. આત્માનું નિષેધાત્મક સ્વરૂપ તો પુદ્ગલના ગુણધર્મથી વિરુદ્ધનું સ્વરૂપ છે તે સમજી શકાય એવું છે પણ આત્માનું વિધેયાત્મક સ્વરૂપ સમજાવી શકાતું નથી. એ તો અનિવર્ચનીય છે, સ્વસંવેદ્યક છે. ગૂંગો ગોળનો સ્વાદ કેમ કરીને કહે ? સાકરની મીઠાશ માણવાની છે. મીઠાશ કેવી છે તે સમજાવવું-વર્ણવવું શક્ય નથી. સાકર ખવડાવીને સાકરના મીઠા સ્વાદને સમજાવી શકાય છે. અન્ય દર્શનોએ પણ નેતિ, નેતિ-આવું નહિ, આવું નહિ કહીને અતવ્યાવૃત્તિથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148