________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૯૭
સ્થૂલિભદ્રનું કથાનક : સ્ત્રીપરીષહ અને જ્ઞાનપરીષહના સંદર્ભમાં
] ડૉ. કાન્તિભાઇ બી. શાહ
શ્રી સ્થૂલિભદ્ર-કથાનકના મુખ્યમુખ્ય આધારસ્રોત ગ્રંથો પ્રમાણે છેઃ ૧. ‘ઉપદેશમાલા' (ધર્મદાસગણિકૃત), ૨. ‘ઉત્તરાધ્યયનસૂત્ર' પરની સુખબોધાવૃત્તિ (નેમિચંદ્રસૂરિષ્કૃત), ૩. ‘યોગશાસ્ત્ર' (હેમચંદ્રાચાર્યકૃત), ૪. ‘શીલોપદેશમાલા' પરની ‘શીલતરંગિણી વૃત્તિ' (સોમતિલકસૂકૃિત), ૫. ‘ભરતેશ્વર'- બાહુબલિ વૃત્તિ'/ કથાકોશ (શુભશીલમુનિકૃત) અને ૬. ‘ઉપદેશપ્રાસાદ’ (વિજયલક્ષ્મીસૂકૃિત).
આ તમામ ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ‘ઉપદેશમાલા' છે. ‘ઉપદેશમાલા' ઉપર વિ.સં.ના દશમા સૈકામાં સિદ્ધાર્થિસૂરિએ સંસ્કૃત ટીકા લખી છે. આ ગ્રંથમાં કહ્યું છે કે,
‘ગિરૌ ગુહ્યયાં વિજને વનાન્તરે, વાસં શ્રયંતો વશિનઃ સહસ્રશઃ । હર્મ્યુતિ રમ્ય, યુવતી જનાંતિકે વશી સ એકઃ શકડાલનંદનઃ ॥ -પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં ઇન્દ્રિયોને વશ રાખનારા હજારો છે; પણ અતિરમ્ય હવેલીમાં અને નારીના સાન્નિધ્યમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો એક શકટાલપુત્ર (સ્થૂલિભદ્ર) જ છે.'
નારીના સાન્નિધ્યમાં રહીને ઇન્દ્રિયોને વશમાં રાખવાનો-મનને સ્થિરતામાં રાખવાનો સ્થૂલિભદ્રનો આ પુરુષાર્થ એ જ એમનો સ્ત્રીપરિષહ. આમ તો સ્થૂલિભદ્રનું સમગ્ર કથાનક જૈન પરંપરામાં · એટલું સુપ્રસિદ્ધ છે કે એ આખું કથાનક ૨જૂ ક૨વાનો અહીં ઉપક્રમ નથી. અહીં તો એમના ચરિત્રના કેટલાક પ્રસંગોને સ્ત્રીપરીષહ અને જ્ઞાનપરિષહના સંદર્ભમાં જોવા-તપાસવાનું જ લક્ષ્ય છે.
જૈન ધર્મમાં જે નવ તત્ત્વો કહ્યાં છે તે પૈકીનું એક સંવર તત્ત્વ છે. જેનાથી નવાં કર્મો આવતાં-બંધાતાં રોકાય તે સંવર. એ સંવરના કુલ ૫૭ ભેદોમાંથી ૨૨ ભેદો પરીષહના છે. પરીષહ એટલે કર્મોને રોકવા માટે કે બંધાયેલા કર્મોના ક્ષય કાજે (નિર્જરા અર્થે) કો વેઠવાં, દુઃખ સહન કરવાં, પ્રતિકૂળ પરિસ્થિતિને પણ સહી લેવી તે. પરીષહના ૨૨ ભેદ આ પ્રમાણે છેઃ ૧. ક્ષુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, ૫. હંસ, ૬. અચેલક, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા, ૧૦. નિષેધિકી, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ, ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણફાસ, ૧૮. મલ, ૧૯. સત્કાર, ૨૦. પ્રજ્ઞા/જ્ઞાન, ૨૧. અજ્ઞાન, ૨૨. સમ્યક્ત્વ.
આમાંથી આઠમા સ્ત્રીપરીષહ અને વીસમાં પ્રજ્ઞા/જ્ઞાન પરીષહના સંદર્ભમાં સ્થૂલિભદ્રના ચરિત્ર-અંશોને આપણે ક્રમશઃ તપાસીએ.
ચાતુર્માસ માટે કેમ પસંદ કર્યું ? પણ એમનો આ નિર્ણય એમને માટે એક પડકાર રૂપ હતો. એ પડકાર ઝીલીને, પ્રતિકૂળ પરિસ્થિતિના સઘળાંયે કષ્ટો વેઠી લઇને એમને સાચો કામવિજય-સ્ત્રી માટેની અનાસક્તિ સિદ્ધ કરવી હતી.
વર્ષાઋતુનો સમય, ષડ્રસ ભોજન, પૂર્વપ્રેમિકાનું સામીપ્ય, બાર બાર વર્ષનો જૂનો સ્નેહ, ગાન-વાદન-નર્તન અને નાટ્યવિનોદનું વાતાવરણ, સોળે શણગારે સજ્જ કોશાનું લોભામણું, ભોગવિલાસ માટેનું સ્નેહભર્યું ઇજન-આ બધી પ્રતિકૂળતાઓની સામે સ્થૂલિભદ્ર અડગ-દઢ રહી શક્યા, નારી રૂપી સરિતજળમાં સામે વહેણે પાર ઊતરી શક્યા એ એમનો સ્ત્રીપરીષહ,
-
અહીં સામાન્ય બુદ્ધિથી વિચારતાં સહુને સહેજે પ્રશ્ન થાય કે ગણિકાને ત્યાં થૂલિભદ્ર બાર બાર વર્ષ પડ્યાપાથર્યા રહ્યા, જેના સહવાસમાં એમણે સાડાબાર ક્રોડ દ્રવ્યનો વ્યય કર્યો ને જેની સાથેના ભોગવિલાસમાં રત રહેવાને કારણે પિતા શકટાલના થયેલા અપમૃત્યુને પણ તેઓ જાણી શક્યા નહીં તેવી કોશાના નિવાસસ્થાનને સ્થૂલિભદ્રે
પોતે તરી ગયા એટલું જ નહિ, સાથે પોતાના પ્રત્યે સ્નેહાસક્ત કોશાને પણ એમણે તારી. સંસારની વિષમતાઓ, વિષયવાસનાની દાહકતા, મનુષ્યજન્મની વેદનાઓ, ગર્ભસ્થ જીવની યાતનાઓનો મર્મ સમજાવીને સ્થૂલિભદ્રે કોશાને પ્રતિબોધી. કોશાએ બાર વ્રત અંગીકાર કર્યાં અને પરમ શ્રાવિકા બની ગઇ.
ચાતુર્માસ પૂર્ણ થયે સૌ શિષ્યો ગુરુ સંભૂતિવિજય પાસે પાછા ફર્યાં. ગુરુએ પેલા ત્રણે મુનિઓનો ‘દુષ્કર કાર્ય કર્યું' એમ કહીને આદર કર્યો, જ્યારે સ્થૂલિભદ્રને ‘દુષ્કર દુષ્કર’ એમ બે વાર કહીને એમનો સવિશેષ આદર કર્યો.
અહીં, સ્થૂલિભદ્રના સ્થાનકનો આ મુખ્ય અંશ તેઓ સ્ત્રીપરીષહ પાળી શક્યા-વેઠી શક્યા એના દષ્ટાંત રૂપે જોવા મળે છે, તો એનાથી વિરોધી દૃષ્ટાંત પેલા સિંહગુફાવાસી મુનિનું આવે છે.
ગુરુ સંભૂતિવિજયે સ્થૂલિભદ્રનો જે વિશેષ-આદર કર્યો એની સિંહગુફાવાસી મુનિને તેમજ અન્ય સાધુઓને ભારે ઇર્ષ્યા થઇ. ‘એક તો ગણિકાના આવાસમાં રહેવું, ખસ ભોજનનો આહા૨ ક૨વો અને ઉપરથી વળી ગુરુનો અધિકો આદર પામવો. વાહ, આ તો સહેલો માર્ગ છે.' આમ વિચારીને આવતું ચોમાસું સ્થૂલિભદ્રની જેમ જ કોશા વેશ્યાને ત્યાં ગાળવાનો સિંહગુફાવાસી મુનિએ નિર્ણય કર્યો.
દિવસો પસાર થયા. આવતું ચોમાસું કોશાને ત્યાં ગાળવાની આ મુનિએ ગુરુ પાસે આજ્ઞા માગી. (‘ઉપદેશમાલા'માં કોશાની બહેન ઉપકોશાનો નિર્દેશ છે. અન્ય આધારગ્રંથોમાં કોશાનો નિર્દેશ છે.) ગુરુએ એમને ચેતવ્યા કે, ‘ત્યાં તારું ચારિત્ર્ય જળવાશે નહીં.’ પણ ગુરુએ વાર્યા છતાં ઇર્ષ્યાના પ્રેર્યા એ મુનિ ત્યાં ગયા જ, અને ચાતુર્માસ-નિવાસ માટે યાચના કરી. કોશાએ મુનિને સ્થાન તો આપ્યું પણ પછી એને ખ્યાલ આવી ગયો કે આ મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષ્યાથી પ્રેરાઇને અહીં આવેલા છે. તેથી કોશાએ ઇર્ષ્યાના માઠાં ફળ બતાવવાનો સુંદર નિર્ણય કર્યો. રાત્રે સુંદર વસ્ત્રાલંકારો સજીને ઝાંઝરનો રણકાર કરતી, શૃંગારિક હાવભાવ કરતી, કટાક્ષ નાખતી, અંગો મરડતી કોશાને જોઇને સિંહગુફાવાસી મુનિનું સુસ્થિર મન પણ ચંચળ બની ગયું. કામવશ બનેલા મુનિએ કોશા પાસે ભોગની માગણી કરતાં એણે કહ્યું કે ‘અમે નિર્ધનનો આદર કરતાં નથી. પહેલાં ધન લાવો
(૧) આચાર્ય સંભૂતિવિજય પાસે એમના શિષ્યોએ કઠિન પરીષહથી યુક્ત અને અતિ વિષમ એવા સ્થાનકે રહીને આગામી ચાતુર્માસ ગાળવાનો આદેશ માગ્યો. એક સાધુએ સર્પના દર પાસે જઇને રહેવાની ઇચ્છા દર્શાવી. બીજા સાધુએ કૂવાની અંતરાલે રહેવાનો આદેશ માગ્યો. ત્રીજા સાધુએ સિંહની ગુફા પાસે ચાતુર્માસ ગાળવાની ઇચ્છા વ્યક્ત કરી, જ્યારે એમના ચોથા શિષ્ય સ્થૂલિભદ્રે પોતાની પૂર્વપ્રેમિકા કોશાગણિકાના આવાસમાં રહીને ચાતુર્માસ ગાળવા માટે આદેશને ઇચ્છા પ્રમાણે વર્તો.' મુનિને યાદ આવ્યું કે નેપાળ દેશનો રાજા નવા માગ્યો. ગુરુએ પ્રત્યેકની યોગ્યતા પ્રમાણીને ચારેયને એમ કરવાનો સાધુને રત્નકંબલ આપે છે. તે મેળવી લાવી આ સ્ત્રીની સાથે આદેશ આપ્યો. વિષયસુખની ઇચ્છા પૂર્ણ કરું.
મુનિએ વર્ષાકાળમાં જ નેપાળ પ્રતિ પ્રયાણ કર્યું. ચોમાસામાં અસંખ્ય જીવોની હિંસા કરતા નેપાળ પહોંચ્યા. રાજા પાસેથી રત્નકંબલ મેળવી પાટલિપુત્રમાં પાછા ફર્યા ને એ કિંમતી કંબલ કોશાને આપ્યું. કોશાએ એ રત્નકંબલથી પગ લૂછીને એને ખાળમાં ફેંકી દીધું. મુનિએ કહ્યું, ‘અરે, નિર્ભ્રાગિણી, આ તેં શું કર્યું? આ રત્નકંબલ અતિ મૂલ્યવાન